બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / milk fresh 24 hours scorching heat without refrigeration try these simple tips
Ajit Jadeja
Last Updated: 05:58 PM, 12 April 2024
ઉનાળામાં ગરમી પડે છે ત્યારે દૂધ ફાટી જવાની સમસ્યા ઝડપથી બને છે. તેને તાપમાન જાળવવા માટે ફ્રીજમાં રાખવું પડે છે. દૂધ ફાટી જતા દહી બની જાય છે જેનાથી ચાય બનાવી શકાતી નથી. દરેક વખતે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો લાઇટ જતી રહે તો ગૃહિણીઓને ભય રહે છે કે ફ્રીજમાં રાખેલુ દૂધ બગળી જશે. જો તમને પણ આ ચિંતા સતાવતી હોય તો તેનો ઉપાય અમે લાવ્યા છીએ. જેને અનુસરવામાં આવે તો આ વારંવારની રોજિદી મુશ્કેલી તમારી દૂર થઇ જશે અને ગરમી માં દૂધને ફ્રીજમાં રાખ્યા વગર 24 કલાક સુધી ખાટુ થતુ બચાવી શકશો.
ADVERTISEMENT
જ્યારે પણ તમે રસોડામાં ચા, મિલ્કશેક અથવા દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુ બનાવવા જાઓ છો અને દૂધ ખાટુ થઇ ગયું હોય છે ત્યારે તમારો મૂડ બગડી જાય છે. જો કે ઉનાળામાં આ ઘણીવાર થાય છે કારણ કે તાપમાનમાં વધારો થવાને કારણે ખાદ્ય પદાર્થો બગડવા લાગે છે. તેથી વિશેષ કાળજીની જરૂર છે. જો કે દૂધને બગડતું અટકાવવા માટે તેને સારી રીતે ઉકાળીને તેને ફ્રિજમાં રાખવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલીકવાર આ કરવું પૂરતું નથી. કારણ કે લાઇટ જવાની સમસ્યા સમયે ફ્રીજમાં રાખેલુ દૂધ પણ લાંબો સમય સુધી રહી શકતુ નથી.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં એવું લાગે છે કે કોઈ એવી ટિપ્સ હોવી જોઈએ જેના દ્વારા દૂધને ફ્રિજમાં સ્ટોર કર્યા વિના પણ ખાટુ થતા અટકાવી શકાય. કારણ દૂધ રોજેરોજ વપરાતી વસ્તુઓમાંથી એક છે, જો તેને વારંવાર નુકસાન થાય છે, તો દેખીતી રીતે જ ઘરના બજેટને અસર થશે. તેથી અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે દૂધને ફ્રીજમાં રાખ્યા વગર 24 કલાક તાજું રાખી શકો છો.
જો તમે ઈચ્છો છો કે ગરમી માં દૂધ બગળી ન જાય તો તમારે તેને 24 કલાકમાં 3 થી 4 વાર ઉકાળવું પડશે. ધ્યાનમાં રાખો કે આ સમયે ગેસની ફ્લેમ વધુ ન હોવી જોઈએ, જેથી તે બરાબર ઉકળી શકે. દરેક વખતે 2-3 વાર ઉકાળ્યા પછી જ ગેસ બંધ કરો. દૂધ ગરમ થાય એટલે તેને પ્લેટ વડે આછું ઢાંકી દો. ક્યારેક દૂધ સંપૂર્ણપણે ઢંકાયેલું હોવાને કારણે પણ ખાટુ થઇ જતુ હોય છે.
કેટલીક વાર વાસણોની યોગ્ય સફાઇ ન કરી હોય તેમાં દૂધ રાખવાથી પણ બગળી જાય છે. તેથી જ્યારે પણ તમે દૂધ ઉકાળો ત્યારે તપાસો કે વાસણ સાફ છે કે નહીં. જો તે ચોખ્ખું હોય તો પણ તેને એકવાર પાણીથી ધોઈને વાપરવું જોઈએ. આ પછી વાસણમાં દૂધ નાખતા પહેલા એક કે બે ચમચી પાણી ઉમેરો. આ દૂધને તળિયે ચોંટતા અટકાવશે.
જ્યારે તમે દૂધ ઉકાળવાનું ભૂલી જાઓ છો, ત્યારે ખાવાનો સોડા યાદ રાખો. કારણ કે તે દૂધને બગડતું અટકાવી શકે છે. આ માટે જ્યારે તમે દૂધને ગેસ પર ઉકળવા મૂકો ત્યારે તેમાં એક ચપટી ખાવાનો સોડા નાખીને ચમચીની મદદથી મિક્સ કરો. જેનાથી દૂધને ઉકાળ્યા પછી તે ફાટી નહી જાય. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે વધુ માત્રામાં બેકિંગ સોડાના ઉપયોગથી દૂધનો સ્વાદ બગાડી શકે છે.
નિષ્ણાતોના મતે પેકિંગવાળા દૂધ ને ઘરે લાવીએ ત્યારે લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં કારણ કે પેશ્ચરાઇઝ્ડ દૂધને ગરમ કરવાની જરૂર નથી. કંપની પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે, જેના કારણે તે જીવાણુ મુક્ત અને સાચવેલ રહે છે. ફરી ગરમ કરવાથી પોષક તત્વોમાં ઘટાડો થાય છે. પેકિંગનું દૂધ ઘરે લાવ્યા પછી તેને બને એટલો ઝડપથી ઉપયોગ કરી પુર્ણ કરી દેવું જોઇએ. જો તમારે સંગ્રહ કરવો હોય તો શણની કોથળીને ઠંડા પાણીથી ભીની કરો અને તેમાં પેકેટ લપેટી લો. જેના કારણે તે સરળતાથી 5 થી 6 કલાક સુધી સુરક્ષિત રહેશે.
દૂધ બગળી જવાની સમસ્યાનું મોટુ કારણ તાપમાન છે. શિયાળામાં તાપમાન ઓછુ હોય ત્યારે દૂધ વધુ લાબો સમય સુધી ખાટુ થતુ નથી પરંતુ ઉનાળાની ગરમીમાં દૂધ ઝડપથી ખાટુ થઇ જાય છે. કારણ કે બેક્ટેરિયા આ સમયે જ તેમનું કામ કરે છે. માત્ર ત્યારે જ દૂધ કે જે ખૂબ ગરમ હોય કે ખૂબ ઠંડુ હોય તે દહીં નથી થતું. તેથી કાં તો તમે તેને ઠંડુ કરો અથવા તેને સમયાંતરે ગરમ કરતા રહો.
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી મોટી માત્રામાં જોવા મળે છે. આને પીવાથી દિમાગ શાર્પ અને હાડકાં મજબૂત બને છે. સૌથી સારી વાત એ છે કે દૂધ પીવાથી આપ ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો, આ જ કારણોથી લોકો મોટાભાગે તેમના આહારમાં દૂધ નો સમાવેશ કરે છે. કેટલાક લોકોને સવારે વહેલા ઊઠીને દૂધ પીવું ગમે છે તો કેટલાક લોકોને સૂતા પહેલા દૂધ પીવું ગમે છે. જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો રાત્રે દૂધ પીવાનું બંધ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.