બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 03:47 PM, 18 September 2023
ADVERTISEMENT
ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધડબડાટીને લઈ અનેક જગ્યાએ જન જીવન પર અસર થઈ છે. ક્યાંક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે ક્યાંક લોકોનું સ્થાળાંતર પણ કરાયું છે. રાહત કમિશનરે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.
#Team6NDRF Evacuated 111 citizens who were trapped in Village Demai and Lakheswari, Bayad of Distt : #Aravalii, #Gujarat due to heavy rains and were shifted to safer places. #GujaratRains #RescueOperations pic.twitter.com/XEUYIDAsa3
— Gujarat Information (@InfoGujarat) September 18, 2023
ADVERTISEMENT
12,444 વ્યક્તિઓનું સ્થાળાંતર કરાયું
રાહત કમિશનર કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.
#17/09/23#Flood Water Rescue
— 6 NDRF VADODARA (@6NDRFVADODARA) September 17, 2023
♦️#Team6NDRF safely rescued total 335 citizens and 8 livestock trapped due to heavy rains in Mangrol, Basantpura, Gabhana, Akteswar and Sanjroli villages of Dist: #Narmada and shifted them to safe place#Gujarat@NDRFHQ@CollectorNar
@PIBAAhmedabad pic.twitter.com/lb81qDmPjv
રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયા
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.