ઉત્તર ભારતીયોની મહાપંચાયતમાં બદલાયા રાજ ઠાકરેના સૂર, કહ્યું-હિન્દી સારી ભાષા છે

By : kavan 09:13 AM, 03 December 2018 | Updated : 09:13 AM, 03 December 2018
મુંબઇ: ઉત્તર ભારતીયોના વિરોધની રાજનીતિ કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ઉત્તર ભારતીય મહાપંચાયતમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ હિન્દી ભાષા વિશે પોતાનું જ્ઞાન લોકો વચ્ચે વહેંચ્યું. રાજ ઠાકરેએ કહ્યું કે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી. 
  હિન્દી અન્ય ભાષાઓની જેમ માત્ર ભાષા છે. ઉત્તર ભારતીયો વચ્ચે રાજ ઠાકરેએ પોતાના ભાષણની શરૂઆત ભાઈઓ અને બહેનોથી કર્યા બાદ કહ્યું કે, હિન્દી સારી ભાષા છે.

સત્ય કડવું હોય છે, પણ સાચુ હોય છે. હિન્દી રાષ્ટ્રભાષા નથી. કારણકે રાષ્ટ્રભાષાનું નિર્માણ ક્યારેય થયું નથી. જેવી રીતે હિન્દી ભાષા છે, તેવી જ રીતે ગુજરાતી, મરાઠી, તામિલ ભાષા છે.Recent Story

Popular Story