Migrant Workers Walk From Surat To Gorakhpur Demand Slippers
લાચારી /
લોકડાઉન અને ગરમીથી લાચાર બનેલા શ્રમિકે એવું કહ્યું કે જાણીને તમે પણ રડી પડશો
Team VTV03:20 PM, 15 May 20
| Updated: 02:55 PM, 18 May 20
લોકડાઉનના કારણે અનેક શ્રમિકો ધોમધખતા તાપમાં પણ ખુલ્લા પગે ચાલતા વતન જવા મજબૂર બન્યા છે. એક શ્રમિકે (ત્રિલોકી) પગમાં પડેલા ફોલ્લાને બતાવીને મજૂરે આજીજી કરી કે તેને ચપ્પલ કે બૂટની જરૂર છે. તેઓએ કહ્યું કે ખાવાના વિના તેઓ પગપાળા ચાલી રહેશે. પણ ચપ્પલ વિના તડકામાં ચાલવું મુશ્કેલ છે.
લોકડાઉનમાં શ્રમિકો બન્યા મજબૂર
ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ચાલવા મજબૂર છે શ્રમિકો
ત્રિલોકી ખાવાનું નહીં પણ ચપ્પલની કરી આજીજી
શ્રમિક ટ્રેનની શરૂઆત થઈ તો સૂરતના મજૂર (ત્રિલોકી)એ પણ રિઝર્વેશન કરાવ્યું. એક અઠવાડિયા સુધી રાહ પણ જોઈ પણ ટ્રેન ન મળી ત્યારે તેઓએ પગપાળા વતન જવાનો નિર્ણય કર્યો. સૂરતથી પગપાળા જતાં તેના ચપ્પલ ઘસાઈ ગયા હતા. પગ છોલાઈ ગયા હતા. પગમાંથી લોહી વહી રહ્યું હતું. ત્રિલોકીનું કહેવું છે ખાવાનું તો ગમે ત્યાંથી મળી શકશે. પણ ચપ્પલ વિના તેઓ આગળ જઈ શકે તેમ નથી.
સુરતથી ગોરખપુર જવા નીકળ્યો હતો ત્રિલોકી
ત્રિલોકીએ પોતાના પગની સ્થિતિ બતાવતા કહ્યું કે ખાવાનું તો ઠીક પણ એક જોડી જૂની ચપ્પલ આપી દો. આ મજૂર એ હજારોમાંના એક છે જે ગુજરાત અને અન્ય રાજ્યોથી પોતાના ઘરે જઈ રહ્યા છે. સૂરતમાં એક કપડાની મિલમાં કામ કરતા હતા અને ટ્રેનથી ન જઈ શકવાના કારણે ગોરખપુર પગપાળા જવા નીકળ્યા હતા.
અજાણી જગ્યાએ મરવા કરતા ઘરે જઈને મરવું સારું
ત્રિલોકીએ ટ્રેનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એક અઠવાડિયું રાહ પણ જોઈ. કોઈનો ફોન ન આવ્યો તો તેણે ઘરે પાછા જવાનો નિર્ણય કર્યો. તેણે વિચાર્યું કે કોઈ અજાણી જગ્યાએ મરવા કરતાં ઘરે જઈને મરવું સારું. ઉત્તરપ્રદેશની સીમામાં પ્રવેશ કરતાં પહેલાં જ તેની ચપ્પલોએ તેનો સાથ છોડી દીધો હતો.
ખુલ્લા પગે ચાલી રહ્યા હતા, તડકામાં પગ બળી રહ્યા હતા
મજૂરે (ત્રિલોકી) કહ્યું હું ઉઘાડા પગે ચાલી રહ્યો છું. મારા પગના ફોલ્લામાંથી લોહી વહી રહ્યું છે. મારે હજુ પણ 300 કિલોમીટર ચાલવાનું છે. અન્ય એક પ્રવાસીએ ખાવાનાની ઓફર કરી હતી પણ ચાલવા માટે ચપ્પલની જરૂર હતી. તેના જૂતાના સોલ પણ નીકળી ગયા હતા અને તેને માટે મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
60 રૂપિયે જોડી ચપ્પલ વેચે છે દુકાનદાર
મજૂરોને ચપ્પલ વિના ચાલતા જોઈને લખનૌના બહારના ઉરાટિયામાં એક જૂતાની દુકાનના માલિકે કહ્યું કે 60 રૂપિયા પ્રતિ જોડીની કિમતે ચપ્પલ વેચવાનું નક્કી કર્યું છે.
મદદ માટે અનેક લોકો આવ્યા આગળ
એક વરિષ્ઠ નાગરિકોના સમૂહે નામ ન આપવાની શરતે અનેક જોડી ચપ્પલો ખરીદી અને સાથે જ લખનૌ- બારાબંકી સડક પરના પ્રવાસીઓને આપવાની મદદ કરી. આજથી તેઓ આ પગપાળા શ્રમિકોને ચપ્પલ આપવાની મદદ કરી રહ્યા છે.