કોરોના વાયરસ / માત્ર એક અફવા અને લૉકડાઉન તોડીને મુંબઈના રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હજારો મજૂર

Migrant workers gathered bandra railway station mumbai lockdown

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, જેનો આજે અંતિમ દિવસ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહામારીથી ઉદ્ભવેલી પરિસ્થિતિને જોતા દેશના નામે સંબોધનમાં લૉકડાઉનને 3 મે સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને લઇને મુંબઈમાં પરપ્રાંતિય કારીગરો વચ્ચે અફવા ફેલાઇ કે લોકડાઉન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યાર બાદ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની મોટી ભીડ ઉમટી પડી.

બ્રેકિંગ ન્યૂઝ