બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / લોકો શાંતિથી ફરતા હતા, અને એકાએક ખિસ્સામાં બ્લાસ્ટ થવા લાગ્યા, જુઓ કેવી રીતે પેજરે લેબનોનમાં મચાવી તબાહી
Last Updated: 10:10 AM, 18 September 2024
લોકો બજારમાં ઉભા હતા. એક બાદ એક હજારો લોકોના ખિસ્સામાં ધમાકા થયા. જેમાં 10થી વધારે લોકોના મોત થઈ ગયા. ત્રણ હજાર લોકો જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘટના લેબનનની છે. જેણે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો. આખરે આ 3 ઈંચના એક ડિવાઈસે કેવી રીતે તબાહી મચાવી દીધી?
ADVERTISEMENT
લેબનનમાં હિજબુલ્લાહના આતંકી પોતાના સાથીઓ સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે મોબાઈલ ફોનની જગ્યા પર પેજરનો ઉપયોગ કરે છે. કારણ કે તેને હેક નથી કરી શકાતું. ફક્ત મેસેજ દ્વારા વાત થઈ શકે છે. પરંતુ મંગળવારે અચાનક આ આતંકીઓના ખિસ્સામાં મુકેલા પેજબ બોમ્બ બની ગયા. તેમાં ધડાધડ વિસ્ફોટ થવા લાગ્યા.
ADVERTISEMENT
પેજર બોમ્બના ફાટવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે તથા લગભગ 3000 લોકોની હાલત ગંભીર છે. લેબનની રાજધાની બેરૂતથી લઈને બેકા વેલી અને પડોસી દેશ સીરિયા સુધી આ પ્રકારના ધમાકા સામે આવ્યા. હોસ્પિટલોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા.
લેબનન સરકારે આદેશ જાહેર કર્યો છે કે બધા લોકોને તરત પેજર ફેંકવાની અપીલ કરી છે. તેને સૌથી મોટો સિક્યોરિટી બ્રિચ માનવામાં આવી રહ્યો છે. કારણ કે પેજર એવું ડિવાઈસ છે જે કોઈ સોફ્ટવેરથી કનેક્ટ નથી. તેને બહાર ક્યાંયથી ઓપરેટ નથી કરી શકાતું. તો વિસ્ફોટ કેવી રીતે થયો?
8 killed, 2,750 injured in pager explosions: Lebanon Health Minister
— ANI Digital (@ani_digital) September 17, 2024
Read @ANI Story | https://t.co/tLpZLeM3V5#Lebanon #HealthMinister #pagerexplosions #Hezbollah pic.twitter.com/9wX2tW0GuC
જાણો શું કહે છે એક્સપર્ટ્સ
પેજર બ્લાસ્ટ કેવી રીતે થયા તેને લઈને દુનિયાભરના ટેક એક્સપર્ટ્સ ચોંકેલા છે. કારણ કે આ એક હાર્ડવેયર છે અને હાર્ડ વેયરમાં વિસ્ફોટ ત્યાં સુધી નથી થઈ શકતા. જ્યાં સુધી કોઈ તેની સાથે છેડછાડ ન કરો.
પરંતુ જો આ આતંકીઓની પાસે હતા તો તેના સાથે છેડછાડ કોણે કરી? લેબનનમાં ઘુસીને આતંકીઓના ખિસ્સાથી નિકાળીને કોઈ પેજરમાં છોડછાડ કેવી રીતે કરી શકે?
પેજર બ્લાસ્ટ આખરે કેવી રીતે થયા?
વધુ વાંચો: વધારે માત્રામાં મીઠું ખાનારા ચેતી જજો, નહીંતર સીધી કિડની પર થશે આડઅસર, જાણો લક્ષણો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.