middle east naftali bennett will be next israel prime minister benjamin netnayahu ends agreement with opposition parties
ઈઝરાયલ /
12 વર્ષ બાદ બેન્જામિન નેતન્યાહૂના શાસનનો અંત, જાણો કોણ બનશે ઈઝરાયલના નવા PM
Team VTV10:44 AM, 03 Jun 21
| Updated: 10:50 AM, 03 Jun 21
ઈઝરાયલમાં જારી સત્તાના ધમાસણની વચ્ચે હાજર પીએમ બેન્જામિન નેતન્યાહૂની સરકારનું જવાનું નક્કી થઈ ગયુ છે.
સમજૂતિ મુજબ હવે બન્ને પાર્ટીઓના નેતા વારાફરતી પીએમ બનશે
નેતન્યાહૂ બહૂમત સાબિત નહોંતા કરી શક્યા
સમજૂતિ બાદ 12 વર્ષ બાદ નેતન્યાહૂનું શાસન ખતમ થઈ રહ્યું છે
સમજૂતિ મુજબ હવે બન્ને પાર્ટીઓના નેતા વારાફરતી પીએમ બનશે
વિપક્ષી રાજનીતિક દળો વચ્ચે ગઠબંધનને લઈને સહમતિ બની ગઈ છે. સમજૂતિ મુજબ હવે બન્ને પાર્ટીઓના નેતા વારાફરતી પીએમ બનશે. સૌથી પહેલા દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ પીએમ પદની શપથ લેશે. 2023 સુધી તે પીએમ બન્યા રહેશે. એ બાદ યેશ એટિડ પાર્ટીના યેર લેપિડ પીએમ બનશે.
નેતન્યાહૂ બહૂમત સાબિત નહોંતા કરી શક્યા
માર્ચમાં થયેલી ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી બહુમતના આંકડાને નહોંતી છુપાવી શકી. તે બાદથી વિપક્ષી પાર્ટીની વચ્ચે સત્તાને લઈને ધમાસાણ ચાલી રહ્યુ છે. સૌથી મોટી પાર્ટીના નેતા હોવાના કારણે નેતન્યાહૂએ પીએમ પદના શપથ લીધા હતા. જો કે તે બહૂમત સાબિત નહોંતા કરી શક્યા.
સમજૂતિ બાદ 12 વર્ષ બાદ નેતન્યાહૂનું શાસન ખતમ થઈ રહ્યું છે
આ બાદ બીજા નંબરની પાર્ટી અને તેમના સહયોગી દળે સરકાર બનાવવાનું નિમંત્રણ આપવામાં આવ્યુ હતુ. તેમણે બુધવારે એટલે કે 2 જૂનની અડધી રાત સુધી બહુમત સાબિત કરવાનું હતુ. હવે વિપક્ષી પાર્ટીની વચ્ચે સમજૂતિ બાદ 12 વર્ષ બાદ નેતન્યાહૂનું શાસન ખતમ થઈ રહ્યું છે.
વિપક્ષના 8 દળોની વચ્ચે ગઠબંધન થઈ ગયુ છે
વિપક્ષના નેતા યેર લેપિડે સરકાર બનાવવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યુ કે વિપક્ષના 8 દળોની વચ્ચે ગઠબંધન થઈ ગયુ છે. હવે તે સરકાર બનાવશે. તેમણે રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને ગઠબંધનની સહમતિની જાણકારી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ નવી સરકારને લઈને સદનમાં વોટિંગ થશે. ફરી પીએમ અને મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. લેપિડે કહ્યુ આ સરકાર ઈઝરાયલના તમામ નાગરિકો માટે કામ કરશે, જે લોકોએ અમને વોટ આપ્યા છે તેમના માટે પણ અને જેમણે નથી આપ્યા તેમના માટે પણ. ઈઝરાયલમાં એકતા બનાવી રાખવાની સરકારની જવાબદારી છે.