બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:51 AM, 9 October 2024
Nasrallah's Successor Eliminated: મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. બંને તરફથી હુમલાઓ ચાલુ છે. હિઝબુલ્લાહ ઈઝરાયલમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું છે અને લેબેનોનમાં ઈઝરાયલની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે કહ્યું કે 'ઇઝરાયલી સેનાએ માર્યા ગયેલા હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહના ઉત્તરાધિકારીને પણ ઠાર કરી દીધો છે.'
ADVERTISEMENT
Israel has eliminated Nasrallah's 'successors', says Netanyahu
— ANI Digital (@ani_digital) October 8, 2024
Read @ANI Story | https://t.co/BmGdyFeKrF #Israel #BenjaminNetanyahu #Nasrallah #Lebanon #Hezbollah #IsraelPalestineWar pic.twitter.com/0DoLdBqw5a
હિઝબુલ્લાહની તાકાતને ઘટાડી
ADVERTISEMENT
નેતન્યાહૂએ જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે, 'અમે હિઝબુલ્લાહની તાકાતને ઘટાડી દીધી છે. અમે નસરલ્લાહ, તેમના ઉત્તરાધિકારી સહિત હજારો આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે.' જોકે, નેતન્યાહૂએ કોઈ નામ જાહેર કર્યું નથી. અગાઉ, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે કહ્યું હતું કે 'હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહની ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનની ઠાર કરવામાં આવ્યો છે.
વધુ વાંચો :ઈઝરાયલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ! કાળો દિવસ કહી PM નેતન્યાહૂએ ખાધી આ કસમ
લેબનોનના લોકોને સંબોધિત કર્યા
ઈઝરાયલના વડાપ્રધાને વીડિયોમાં લેબનોનના લોકોને સંબોધિત કરીને કહ્યું હતું કે, 'લેબનીઝ લોકોને હિઝબુલ્લાહથી પોતાને મુક્ત કરવા હાકલ કરી હતી. ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં હિઝબુલ્લાહ હાલમાં સૌથી નબળી છે. હવે તમે તમારા દેશને પાછો લઈ શકો છો અને તેને શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર પાછા લાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.