બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોડી રાત્રે ઊંઘનારા ચેતે, લેવાના દેવા પડી જશે! નુકસાન સૌથી ઘાતક
Last Updated: 03:11 PM, 3 December 2024
અડધી રાત સુધી ન સૂવું એ આજના લોકોની એટલે કે યુવાનોની પહેલી પસંદ બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે સમયસર સૂવું કેટલું જરૂરી છે અને અડધી રાત્રે સૂવું કેટલું જોખમી છે? તો ચલો જાણીએ કે, અડધી રાત્રે સુવું એ કેટલું નુકસાનકારક છે.
ADVERTISEMENT
નિષ્ણાતો શું કહે છે?
ADVERTISEMENT
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલ એક અહેવાલ અનુસાર, યશોદા હોસ્પિટલ્સ હૈદરાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. દિલીપ ગુડે કહે છે કે, દરરોજ અડધી રાત્રે સૂવાથી ચયાપચય પર અસર થાય છે અને ઓક્સિડેટીવ તણાવ પણ વધે છે. આવા લોકોની ઊંઘનો સમય ખુબ જ ઓછો હોય છે અને તેઓને જીવન દરમિયાન અન્ય લોકો કરતાં ઓછી ઊંઘ આવે છે, જે શરીર માટે ગંભીર હોઈ શકે છે.
અડધી રાત્રે સૂવાના ગેરફાયદા
ઊંઘનો અભાવ
જો તમે દરરોજ રાત્રે 2 થી 3 વાગ્યા પછી ઊંઘ લો છો તો, તે વિક્ષેપકારક સર્કેડિયન રિધમ ડિસઓર્ડરનું કારણ બની શકે છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર છે જેના કારણે રાતની ઊંઘ પર અસર થાય છે અને દિવસ દરમિયાન વધુ ઊંઘ આવે છે. આના લીધે તમે કોઈ કામ પર ફોકસ નથી કરી શકતા.
વધુ વાંચો હાઈ બીપી હોય કે અપચો..શિયાળામાં આ સૂપ પીવાના અઢળક ફાયદા
કોગ્નેટીવ પ્રોબ્લેમ
મોડા સૂવાની આદત તમારી ઊંઘ પર અસર કરે છે. આ કોગ્નેટીવ પ્રોબ્લેમ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે, આનાથી આપણી મેમરી નબળી થઈ જાય છે અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. તદુપરાંત મેમરી રીટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સ્ટ્રેસ હોર્મોન્સ
ખોટા સમયે સૂવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સની વૃદ્ધિ ઝડપી બને છે. આ કારણે મગજમાં કોર્ટિસોલ હોર્મોન ઝડપથી બહાર આવે છે, જેનાથી તણાવ વધે છે.
આ સિવાય યોગ્ય સમયે ઊંઘ ન આવવાથી રોગપ્રતિકારક શક્તિ પર પણ અસર પડે છે. જો તમે મોડેથી ઊંઘો છો તો તમને મેટાબોલિક ડિસઓર્ડર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.