કોરોના વાયરસ / પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં, માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારની સંખ્યા ચિંતાજનક

micro containment new areas declared in Ahmedabad

એક સમયે કોરોનાના કેસના મામલે સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા અમદાવાદમાં હવે સતત કેસ ઘટી રહ્યા છે. કોરોનાનો મૃત્યુઆંક પણ ઘટી રહ્યો હોઇ નાગરિકો કંઇક અંશે રાહત અનુભવી રહ્યા છે, જોકે મધ્ય ઝોન સહિતના પૂર્વ અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે. તો પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે, જેના કારણે તંત્રે હવે પશ્ચિમ અમદાવાદ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તંત્રની માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાને જાહેર કરવાની નવી નીતિ મુજબ હવે દરરોજ સમગ્ર શહેરના ઝોનદીઠ અને વોર્ડદીઠ કેસની સમીક્ષા થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ