બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / વિશ્વ / બોલિવૂડ / માઇકલ જેક્સનના ભાઇનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આવ્યો હાર્ટ એટેક
Last Updated: 08:08 PM, 16 September 2024
Tito Jackson Death: સ્વર્ગસ્થ પોપ સ્ટાર માઈકલ જેક્સનના ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
ADVERTISEMENT
સ્વર્ગસ્થ પોપ સ્ટાર માઈકલ જેક્સનના પરિવાર સાથે જોડાયેલા એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. માઈકલ જેક્સનનો ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. ટીટો જેક્સનનું અવસાન થયું છે. 70 વર્ષની ઉંમરે માઈકલના ભાઈ ટીનો જેક્સને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
ADVERTISEMENT
ટીટો જેક્સનનું મૃત્યુ તેના ચાહકો અને પરિવાર માટે એક મોટો આઘાત સમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીટોનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. ડ્રાઇવિંગ કરતી વખતે ટીટોને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બચાવી શકાયો નહોતો. માઈકલના મોટા ભાઈનું 15 સપ્ટેમ્બરે અવસાન થયું છે.
પુત્રોએ માહિતી શેર કરી
ટીટો જેક્સનના મૃત્યુની માહિતી તેમના પુત્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે, 'ભારે હૃદય સાથે અમે જાહેરાત કરીએ છીએ કે અમારા પ્રિય પિતા, રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમર ટીટો જેક્સન હવે અમારી સાથે નથી રહ્યા. અમને આઘાત લાગ્યો છે. અમારા પિતા એક અદ્ભુત વ્યક્તિ હતા જેઓ દરેકની ભલાઇની પરવાહ કરતા હતા.
તમારામાંથી કેટલાક તેને પ્રખ્યાત જેક્સન 5 ના ટીટો જેક્સન તરીકે ઓળખતા હશે, કેટલાક તેને "કોચ ટીટો" તરીકે ઓળખે છે અથવા કેટલાક તેને "પોપ્પા ટી" તરીકે ઓળખે છે. તેમ છતાં તેમની ઘણી યાદ આવશે. તે આપણા માટે હંમેશા 'ટીટો ટાઇમ' રહેશે. મહેરબાની કરીને યાદ રાખો કે અમારા પિતૃઓએ હંમેશા જે ઉપદેશ આપ્યો છે અને તે છે 'એકબીજાને પ્રેમ કરો'. અમે તમને ચાહીએ છીએ પૉપ્સ. તમારા દિકરા તાજ, ટૈરિલ અને ટીજે.
વધુ વાંચોઃ 'સ્ત્રી 2' / સરકટાનો આતંક હજુ પણ યથાવત્, 32માં દિવસે ફિલ્મે તોડયા 10 મોટા રેકોર્ડ, બાહુબલીને પછડાટ
ટીટો જેક્સન એક સંગીતકાર હતા
માઈકલ જેક્સનની જેમ ટીટો જેક્સન પણ સંગીતની દુનિયામાં ચર્ચિત હતા. તે એક મ્યુજીશિયન હતા અને ટીટો ગિટાર પણ ખૂબ સારુ વગાડતા હતા. વર્ષ 2016 માં તેણે તેનું પહેલું સિંગલ આલ્બમ 'ટીટો ટાઈમ' રજૂ કર્યું. તેમની પાસે ગાવાની અને શાનદાર ડાંસ કરવાનું હુનર પણ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.