બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મુકેશ અંબાણીથી પણ વધુ અમીર બન્યો આ વ્યક્તિ, માત્ર એક હજાર ડોલરથી શરૂ કર્યો હતો બિઝનેસ
Last Updated: 03:03 PM, 23 May 2024
બ્લૂમબર્ગ બિલીયોનર્સના એક રિપોર્ટ મુજબ ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એક સ્થાન નીચે ખસીને 12માં નંબર પર પોંહચી ગયા છે. અત્યારે તેમની નેટ વર્થ 110 બિલિયન ડોલર છે. પરંતુ જે વ્યક્તિએ અંબાણીને રેન્કમાં એક સ્થાન પાછળ ધકેલ્યા છે તે બિઝનેસમેનની સ્ટોરી ખૂબ રસપ્રદ છે.
ADVERTISEMENT
આટલી છે માયકલ ડેલની સંપત્તિ
મુકેશ અંબાણીની સંપત્તિમાં 968 મિલિયન ડોલરનો વધારો થયો છે, છતાં તે અમીરોની લિસ્ટમાં પાછળ ધકેલાયા છે. તેમને પાછળ છોડનાર વ્યક્તિનું નામ માઈકલ ડેલ છે. માઈકલ ડેલ અમેરિકાની મલ્ટીનેશનલ કંપની Dell ટેક્નોલોજીસના ફાઉન્ડર અને CEO છે. આ કંપનીના કોમ્પ્યુટર, લેપટોપ અને એક્સેસીરીઝ દુનિયાભરમાં ફેમસ છે. માઈકલ ડેલની સંપત્તિ 112 બિલિયન ડોલર છે. તેમની સફર વિશે ડેલે LinkedIn પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.
ADVERTISEMENT
1984 કરી હતી શરૂઆત
માઈકલ ડેલ વર્ષ 1983માં ટેક્સાસ યુનિવર્સિટીમાં ગયા હતા. તેમને 1984માં ટેક્સાસ યુનિવર્સિટીના ડોરમેટ્રી રૂમમાં 1000 ડોલરમાં ડેલ ટેક્નોલોજીસની શરૂઆત કરી હતી. 1987 સુધી આ કંપનીનું રેવન્યુ 159 મિલિયન ડોલર થઇ ગયું. 1984માં ડોરમેટ્રી રૂમમાં કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત કરી, ડિમાન્ડ વધી એટલે તેમને યુનિવર્સિટી છોડી દીધી.
1985 લોન્ચ કર્યું પ્રથમ PC
ડેલ ટેક્નોલોજીસ દ્વારા પ્રથમ વખત 1985માં ટર્બો પીસી રજૂ કરવામાં આવ્યું હતું. જે ડેલ દ્વારા ડિઝાઇન કરેલ પ્રથમ કોમ્પ્યુટર હતું. ત્યારથી લઇ અત્યાર સુધી ડેલ દ્વારા અનેક સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોડક્ટ બનાવી ચૂકાયા છે. તેને છેલ્લા વર્ષોમાં અનેક સફળ ડીલ પણ કરી છે. અત્યારે તે વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાંની એક કંપની છે.
વધુ વાંચો : લોકસભા વચ્ચે શેર બજારમાં રેકોર્ડ પર રેકોર્ડ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ રોકાણકારો લકી
આ વર્ષે 33.4 અરબ ડોલરની કમાણી
માયકલ ડેલની કંપની ગ્લોબલ પીસી લીડર કંપનીઓમાં ટોપ ફર્મ પૈકી એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો તેમની કંપનીએ અનેક સફળતા હાંસિલ કરી છે. અત્યારે તેમને સંપત્તિની બાબતમાં મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. માયકલ ડેલે આ વર્ષે 33.4 અરબ ડોલરની કમાણી કરી છે તો મુકેશ અંબાણીની કમાણી 13.8 અરબ ડોલર થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.