બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 50000માં કિસ, 21000માં 2 કલાક માટે બનશે ગર્લફ્રેન્ડ, મોડેલની યંગસ્ટર્સને અનોખી 'ક્રિસમસ ઑફર'
Last Updated: 12:56 PM, 6 December 2024
Jessenia Rebecca: મિયામીમાં એક મોડેલે ક્રિસમસ પર સિંગલ છોકરાઓ માટે સ્ટેન્ડ-ઇન ગર્લફ્રેન્ડ બનવાની ઓફર કરી છે. તેણી કહે છે કે યોગ્ય કિંમત ચૂકવવાવાળા કોઈપણ પુરુષ માટે તે ગર્લફ્રેન્ડ બની શકે છે અને ડિનર પર તેના પરિવારને મળવા જઈ શકે છે.
ADVERTISEMENT
જેસેનિયા રેબેકાએ આપી ઓફર
તમને કદાચ આ કાલ્પનિક લાગશે પણ આ હકીકત છે. 29 વર્ષીય જેસેનિયા રેબેકાએ આ ઓફર આપી છે. અને કહ્યું છે કે, 'જો મને ફેમિલી ક્રિસમસ ડિનરમાં સ્ટેન્ડ-ઇન ગર્લફ્રેન્ડ બનવા માટે પૈસા આપવા પર તે વાસણ પણ ધોઈ દઈશ. બસ તમારે આના માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડશે.'
ADVERTISEMENT
ક્રિસમસ ગર્લફ્રેન્ડ પેકેજની જાહેરાત કરી
મિયામીની આ મોડલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ક્રિસમસ ગર્લફ્રેન્ડ પેકેજની જાહેરાત કરી છે. આમાં, કેટલીક ઓફરોની કિંમત 150 ડૉલર (12 હજાર રૂપિયા) પ્રતિ કલાકથી શરૂ થાય છે. આમાં ત્રણ અલગ અલગ પેકેજો છે.
પહેલું સિલ્વર પેકેજ
સૌથી પહેલા પકેજ એટલે કે સિલ્વર પેકેજમાં સિંગલ પુરુષોએ જેસાનિયાને ગિફ્ટ આપવાની સાથે તેને 250 ડૉલર (21 હજાર રૂપિયા) ચૂકવવાના રહેશે. જેના બદલે રેબેકા પુરુષ પરિવાર સાથે તેની ગર્લફ્રેન્ડ બનીને બે કલાક ડિનર માટે આવશે.
બીજુ ગોલ્ડ પેકેજ
ગોલ્ડ પેકેજમાં તમારે 450 ડૉલર (38 હજાર રૂપિયા) ચૂકવવા પડશે. જેમાં જેસેનિયા પૈસા આપનાર વ્યક્તિના ઘરે ક્રિસમસના દિવસે ત્રણ કલાક સાથે રહેશે. જેસેનિયા ભાડાની ગર્લફ્રેન્ડ છે તે પરિવારને નહીં જણાવે.
ત્રીજા પેકેજમાં મળશે કિસ
ત્રીજું પ્લેટિનમ પેકેજ છે. જે માટે પુરુષોએ 600 ડૉલર (50 હજાર રૂપિયા) ચૂકવવા પડશે. આ પેકેજમાં જેસેનિયા છોકરાના ઘરે પ્રેમાળ ગર્લફ્રેન્ડ તરીકે છ કલાક રોકાશે. તે તેના પરિવારની સામે આઈ લવ યુ પણ કહેશે અને તેના ગાલ પર કિસ પણ કરશે. તે ડિનર પછી પરિવાર માટેના વાસણો પણ ધોશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT