બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે ખિતાબી જંગ, જાણો મેચ પ્રિડિક્શન
Last Updated: 07:50 AM, 15 March 2025
WPL Final : મહિલા પ્રીમિયર લીગને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં એવું લાગે છે કે, 2023નું વર્ષ ફરી એકવાર પાછું આવી ગયું છે. બે વર્ષ પહેલાની જેમ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ફરી એકવાર મહિલા પ્રીમિયર લીગ (WPL ફાઇનલ 2025) ની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ ટાઇટલ ટક્કર આજે એટલે કે, 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે થશે અને ફાઇનલ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. દિલ્હી અત્યાર સુધી ત્રણેય WPL ફાઇનલમાં પહોંચી ગયું છે બીજી તરફ MI તેની બીજી ફાઇનલ રમશે. ટાઇટલ મેચ પહેલા જાણીએ કે, પિચ કેવી રીતે વર્તે છે અને બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન શું હોઈ શકે છે?
ADVERTISEMENT
2️⃣ 🔝 Teams
— Women's Premier League (WPL) (@wplt20) March 14, 2025
2️⃣ Great Captains
1️⃣ Trophy 🏆
Who will win the 𝐒𝐮𝐦𝐦𝐢𝐭 𝐂𝐥𝐚𝐬𝐡? 🤔#TATAWPL | #DCvMI | #Final | @DelhiCapitals | @mipaltan pic.twitter.com/OiI9OAt0ge
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ રહી છે. જો આપણે WPL 2025માં અત્યાર સુધી અહીં રમાયેલી ત્રણ મેચો પર નજર કરીએ તો સરેરાશ સ્કોર 197 રન રહ્યો છે. પહેલા બેટિંગ કરનારી ટીમ અત્યાર સુધી ત્રણેય વખત વિજયી રહી છે તેથી ફાઇનલમાં અહીં લક્ષ્યનો પીછો કરવાનો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. મુંબઈ વિરુદ્ધ દિલ્હી મેચ પણ હાઈ-સ્કોરિંગ હોઈ શકે છે અને ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
ADVERTISEMENT
મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં 7 વખત એકબીજા સામે ટકરાયા છે. આમાંથી દિલ્હી ચાર વખત અને એમઆઈ ત્રણ વખત વિજયી રહ્યું છે. WPL 2025માં તેઓ બે વાર ટકરાયા છે અને દિલ્હી બંને વખત જીતી ગયું છે. પેપર રેકોર્ડ્સ સાક્ષી આપી રહ્યા છે કે, ફોર્મના આધારે દિલ્હી ફાઇનલમાં ઉપરી હાથ ધરાશે તેવું લાગે છે.
વધુ વાંચો : રોહિત શર્માથી લઈને રવિન્દ્ર જાડેજા, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હોળીના રંગે રંગાયા, જુઓ ફોટો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.