બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mi-17 crash IAF chief admits big mistake, says ur own missile hit chopper

ભૂલ / આ અમારી મોટી ભૂલ હતી, આપણી જ મિસાઇલે MI-7 હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતુંઃ IAF પ્રમુખ

Divyesh

Last Updated: 03:26 PM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુસેના (IAF) ના નવા પ્રમુખ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં થયેલા MI-17 હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત પર કહ્યું કે કોર્ટ ઓફ ઇન્કવાયરી પુરી થઇ ગઇ છે અને અમારી મોટી ભૂલ હતી જેમાં આપણી જ મિસાઇલે MI-17 હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. અમે બે ઓફિસર વિરુધ્ધ કાર્યવાહી કરીશું. અમે સ્વીકાર કરીએ છીએ કે આ અમારી ભુલ હતી અને હવે ભવિષ્યમાં આવી ભુલ ન થાય તેવું ધ્યાન રાખીશું.

  • MI-7 હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં હતા
  • આપણી જ મિસાઇલે MI-17 હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું
  • MI-17 હેલિકોપ્ટર શ્રીનગર પાસે પેટ્રોલિંગ કરી રહ્યું હતું

એર ચીફ માર્શલે ભૂલ સ્વીકારી

બાલાકોટ એરસ્ટ્રાઇક પછી ભારતીય વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર શ્રીનગર પાસે પેટ્રોલિંગ કરી રહ્યું હતું. પરંતુ તેના પરતું તેના પર ખોટી મિસાઇલ હુમલો થયો હતો. કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં સામે આવ્યું હતું કે આપણા જ દેશના સ્પાઇડર એર ડિફેન્સ તરફથી હેલિકોપ્ટર પર મિસાઇલ છોડવામાં આવી હતી. હેલિકોપ્ટરે 10 મિનીટ પહેલા જ ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે આ દૂર્ઘટનામાં MI-7 હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં હતા. 

રેડિયો સંચાર સુનિશ્ચિત કરવા ઉઠાવ્યું પગલુ

ભારતીય વાયુસેના (IAF) પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદોરિયાને સવાલ પુછવામાં આવ્યો હતો કે પાકિસ્તાન ભારત દ્વારા પોતાના પાયલટો સાથે કરવામાં આવતી વાતચીતને જામ કરી શકશે, જે રીતે વિંગ કમાન્ડર અભિનંદનના મામલામાં કર્યું હતુ. પરંતુ વાયુસેનાના પ્રમુખે જવાબ આપતાં કહ્યું કે અમે સુરક્ષિત રેડિયો સંચાર સુનિશ્ચિત કરવા પગલુ ઉઠાવ્યું છે. તેઓ હવે અમારી વાતચીત સાંભળી શકશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Chopper IAF MI-17 એમઆઇ-17 વાયુસેના હેલિકોપ્ટર mistake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ