ગૃહ મંત્રાલયે એક પત્ર લખીને કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાઓ લેવાની પરવાનગી આપી છે. ફાઈનલ ટર્મની પરીક્ષા ફરજીયાત UGCની ગાઈડલાઈન્સ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરના કડક અમલીકરણ હેઠળ યોજાશે તે બાબત ઉપર ગૃહ મંત્રાલયે ભાર મુક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગૃહ મંત્રાલયે આજે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પરીક્ષાઓ લેવાની મંજૂરી આપવામાં આવી છે."
યુજીસીની માર્ગદર્શિકાનું કરવું પડશે પાલન
गृह मंत्रालय ने विेश्वविद्यालयों और संस्थानों द्वारा परीक्षाएँ आयोजित करने की अनुमति दी
अधिक जानकारी के लिए क्लिक करें- https://t.co/aX2kCgnVVh
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) July 6, 2020
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ ફાઇનલ ટર્મની પરીક્ષાઓ ફરજિયાત રહેશે અને યુજીસીની માર્ગદર્શિકા મુજબ લેવામાં આવશે. તેમજ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP)નું પણ પાલન કરવામાં આવશે.
પહેલા કેટલાક રાજ્યોએ પરીક્ષાઓને લઇને લીધો હતો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા અને હરિયાણા સહિતના ઘણા રાજ્યોએ હાયર એજ્યુકેશનની પરીક્ષા રદ્દ કરી હતી અને અગાઉના પ્રદર્શનના આધારે વિદ્યાર્થીઓને આગળના ક્લાસમાં પ્રમોશન આપવાનું નક્કી કર્યું હતું. તાજેતરમાં, ગુજરાત સરકારે છેલ્લા વર્ષની પરીક્ષા લેવાના નિર્ણયની જાહેરાત કર્યા બાદ થોડા કલાકોમાં નિર્ણય બદલ્યો અને પરીક્ષા મોકૂફ રખાઇ હતી. બીજી તરફ, રાજસ્થાન સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક પરીક્ષાઓ પણ રદ્દ કરી દીધી છે.