બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેલૈયાઓ આનંદો! નવરાત્રી દરમિયાન અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો, જુઓ ટાઈમ ટેબલ

સુવિધા / ખેલૈયાઓ આનંદો! નવરાત્રી દરમિયાન અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો, જુઓ ટાઈમ ટેબલ

Last Updated: 08:14 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી નિમિતે મેટ્રો 2 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે, જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેવો નિર્ણય મેટ્રો ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્યમાં નવરાત્રિને લઇ એક બાદ એક છુટ આપવમાં આવી રહી છે. ત્યારે આજે નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રોને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં હાશકારો જોવા મળ્યો છે.

વધુ એક સુવિધા

થોડા દિવસ અગાઉ નવરાત્રિને લઇ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના દિવસોમાં ગરબા મોડે સુધી ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત નાના મોટા ગલ્લાથી માંડીને ખાવાની દુકાનોને પણ રાત્રિના મોડા સુધી ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે આ વિવિધ છુટમાં વધુ એક છુટ ઉમેરવામાં આવતા ગરબા રસિકોમાં ઉત્સાહ વધી ગયો છે.

2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન

જેમાં નવરાત્રી નિમિતે મેટ્રો 2 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે, નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ ભાજપ નેતાની નિમણૂકથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ, GCCIએ ઉઠાવ્યા સવાલ

ત્યાર નવરાત્રિના તમામ દિવસો સુધી રાત્રિના મોડે સુધી ગરબા રમાશે, ઉપરાંત આ સાથે ખેલૈયાઓ માટે ફાસ્ટ ફુડની દુકાનોને પણ છુટ આપી દેવામાં આવતા લોકોના ધંધા રોજગારી પણ વધશે. અને મેટ્રોના કારણે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સગવડા મળશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Metro News Ahmedabad Metro Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ