બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ માટે ખુશખબર! અરિજિત સિંહની કોન્સર્ટને લઈ મેટ્રો ટ્રેનનો ટાઈમ વધારાયો
Last Updated: 05:59 PM, 11 January 2025
શનિવારનાં રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાનારા અરિજિત સિંગ કોન્સર્ટનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પેરેશન દ્વારા ગિફ્ટી સિટીથી મેટ્રો સ્ટેશન તરફ પરત ફરતા મુસાફરો માટે મેટ્રો સેવાઓને માત્રી તા. 12 તારીખ એટલે કે શનિવાર સુધી લંબાવવાનો નિર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટ્રેનો ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનોનો સમય નીચે મુજબ છે.
ADVERTISEMENT
રાત્રે ૮.૩૦ કલાકે
રાત્રે ૯.૩૦ કલાકે
ADVERTISEMENT
રાત્રે ૧૦.૩૦ કલાકે
રાત્રે ૧૧.૩૦ કલાકે
મેટ્રો ટ્રેનની મહત્તમ ક્ષમતા ૮૦૦ થી ૮૫૦ મુસાફરોની છે.તેમજ તેથી એક મેટ્રો ટ્રેન મહત્તમ ક્ષમતા સાથે ભરાઈ જાય પછી આગળની બીજી ટ્રેન ઉપર દર્શાવેલ નિર્ધારિત સમય મુજબ જ આપની સેવામાં ઉપલબ્ધ થશે.
25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે
આગામી તારીખ 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. જ્યાં કોલ્ડપ્લે બેન્ડ દ્વારા શાનદાર પર્ફોમન્સ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ શો હાઉસફુલ થઈ ગયા હતા. જેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થઈ જઈ શકે છે.
વધુ વાંચોઃ માવઠું ઉત્તરાયણ બગાડશે! હવામાન વિભાગની અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
મ્યુઝિક રસિકોનું ઘોડાપુર ઉમટશે
આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઊમટશે. અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેંચાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન બુકિંગ શરૂ થાય તેના એક કલાક પહેલા એક વેઇટિંગ રૂમ ખુલશે જ્યાંથી તમે તમારી બુકિંગની પ્રક્રિયાની શરૂઆત કરશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT