બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પરેશ ગોસ્વામીની નવી આગાહી: સૌરાષ્ટ્ર-દ. ગુજરાત પર વરસાદનું જોર રહેશે યથાવત, નોંધી લેજો આ તારીખ
Last Updated: 05:25 PM, 9 October 2024
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ફરી એકવાર સણસણતી આગાહી સામે આવી છે. તેમણે 13 થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે તેવુ પણ જણાવ્યું છે
ADVERTISEMENT
આ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી
ADVERTISEMENT
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથો સાથ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી તેમજ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની કોઈ શક્યતા નથી તેવી પણ વિગતો આપી છે.
આ પણ વાંચો: આ છે રાજકોટની યાગરાજ સોસાયટીના ગરબા, જ્યાં છેલ્લા 5 વર્ષથી દીકરીઓ માટે કરાય ફ્રી રાસનું આયોજન, જુઓ Photos
નૈઋત્યના ચોમાસાની વિદાય?
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વરસાદની શક્યતાઓ છે પરંતુ અત્યારે કોઈ વાવાઝોડાની શક્યતાઓ નથી. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ત્યારે આ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ વરસતો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.