બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતીઓને ક્યારે મળશે ગરમીથી રાહત, ક્યારે આવશે ચોમાસું? જાણો શું કહી રહ્યાં છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી
Last Updated: 10:36 PM, 23 May 2024
રાજ્યમાં તાપમાનને લઈને રાહતના સમાચાર છે.. રાજ્યમાં 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. જો કે હજુ આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 24 મે અને 25 મે તાપમાન ઉંચુ રહેશે તેવું પણ તેમણે જણાવ્યું..
ADVERTISEMENT
26થી ગરમીમાં થોડી રાહત મળશે
તેમણે કહ્યું કે 26થી ગરમીમાં થોડી રાહત મળશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 26 થી 30 મે દરમ્યાન તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. આ સાથે તેમણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું પણ જણાવ્યું
ADVERTISEMENT
ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
આ પણ વાંચોઃ બાપ રે! અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન, અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.