બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આખરે ઘટશે વરસાદનું જોર! હવે આ તારીખ સુધી ગુજરાતીઓએ મેઘરાજાની રાહ જોવી પડશે
Last Updated: 02:39 PM, 13 September 2024
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પછી પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આગામી એક અઠવાડિયા સુધી વરસાદનું જોર ઘટશે. તેમજ 20 સપ્ટેમ્બર સુધી વરસાદની રાહ જોવી પડશે. તેમજ 20 સપ્ટેમ્બર પછી રાજ્યમાં વરસાદી માહોલ બનશે. તેમજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે શું આગાહી કરી.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ સર્જાશે. તેમજ તે પછી બંગાળનાં ઉપ સાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતનાં અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ અક્રિય થશે.
18 થી 21 દરમ્યાન અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યનાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તા. 13 થી પડી શકે છે. તેમજ તા. 18 થી 21 માં રાજ્યનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતનાં ભાગો, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ પંચમહાલ, સાબરકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠાનાં ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
વધુ વાંચોઃ ST તંત્રનો યુટર્ન! ભક્તોના વિરોધ બાદ અંબાજીમાં બસના ભાડામાં કર્યો ઘટાડો, જુઓ કેટલો
નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીદ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.