બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
Last Updated: 01:35 PM, 11 September 2024
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટા છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
ADVERTISEMENT
હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈ મધ્ય પ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે. જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.
દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પવન ફૂંકાશે
રાજ્યમાં 11 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન પવનની ગતિમાં વધારોથશે. 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે.
આ વર્ષે ચોમાસું મોડા વિદાય લેશે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 11, 2024
ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા
જુઓ શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી#weatherforecast #rainingujarat #navratri #navratri2024 #Gujaratrain #rainalert #rain #rainupdate #rainnews #Gujarat #vtvgujarati #vtvcard pic.twitter.com/2kYqGwyMtg
તાપમાનનો પારો ઊંચકાશે
આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ સામાન્ય વધાર થઈ શકે છે. તેમજ તા. 11 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન તાપમાનનો પારો એક થી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. તાપમાનનો પારો વધવાનાં કારણે ઉકળાટ અને બફારો વધી શકે છે. જેથી લોકોને ઉનાળા જેવો અનુભવ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.