ગુજરાતમાં હવામાન વિભાગની 19થી 23 માર્ચની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા યથાવત રહેશે
કચ્છમાં વરસાદની સંભાવના
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા યથાવત રહેશે. તથા તારીખ 19થી 23 માર્ચની વચ્ચે દક્ષિણ ભારતથી લઈને મહારાષ્ટ્ર સુધી કમોસમી વરસાદ જોવા મળશે જેની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં પણ જોવા મળશે. 26 અને 27 માર્ચે હવામાનમાં પલટો આવશે. આ સાથે 17મી માર્ચથી રાજ્યમાં ગરમી વધશે તથા માર્ચના અંતમાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીને પાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમીની શકયતા જોવાઈ રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 14, 2021
ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
એક તરફ ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી છે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 19 થી 23 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી તો 26 અને 27 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ડબલ સીઝનનો અહેસાસ
ઉલ્લેખનીય છે કે, શિયાળો પૂર્ણ થઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઇ રહી છે પરંતુ વહેલી સવારે અને મોડી રાતે વધુ પડતી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરના સમયે પંખા કે એસી કરવાની નોબત આવે છે. આમ રાજ્યમાં હાલ 2 સીઝનનો અહેસાસ થઇ રહ્યો છે.
થોડા દિવસ પહેલા દિલ્હીમાં બદલાયો હતો મોસમનો મીજાજ
ગળવારે મોડી રાતે દિલ્હી-એનસીઆરના હવામાનમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. આ દરમિયાન નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આપણે જાણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોથી અચાનક ગરમીમાં વધારો થયા બાદ આ વરસાદથી લોકોને રાહત મળશે.