બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorologist Ambalal Patel predicted rain in Gujarat

હવામાન / અંબાલાલની મોટી આગાહીઃ આજે ફરી IPLની ફાઇનલ પર વરસાદી સંકટ, ગુજરાતભરમાં પડશે માવઠું, અરબી સમુદ્રમાં સક્રિય થશે ચક્રવાત

Malay

Last Updated: 02:09 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, આજે બપોર બાદ પણ રાજ્યમાં વરસાદ વરસશે.

  • રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • ઉત્તર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ગઈકાલે સાંજે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ થઈને મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકો અચરજમાં મુકાઈ ગયા હતા. જોકે, ગાજવીજ સાથે વરસાદ પડતાં આકરી ગરમી સામે લોકોએ રાહત અનુભવી હતી. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જે બાદ ક્રિકેટ લવર્સમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

🙄 ગુજરાત: આંધી-વંટોળ અને માવઠાની આગાહી Images • Mukesh Patel 📃  (@mukeshpatel0519) on ShareChat

આજે બપોર પછી ખાબકી શકે છે વરસાદ
ગઈકાલે મોકૂફ રાખાયા બાદ આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, આજે બપોર બાદ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.

જૂનના પ્રથમ સપ્તાહમાં પણ આવશે વરસાદ
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. 4 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં થશે. 3, 4, 5 જૂન અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે. હવાનું હળવું દવાબ ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે. ચક્રાવાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે તો દરિયા કિનારે ભારે વરસાદની શક્યાતા છે. 

ચોમાસાને લઈને કરી આ આગાહી
તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.  રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorologist Ambalal Patel gujarat અંબાલાલની આગાહી ક્રિકેટ લવર્સ ચિંતામાં ગુજરાતી ન્યૂઝ વરસાદની આગાહી Meteorologist Ambalal Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ