બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રી અને દિવાળીમાં કમોસમી કમઠાણ, અંબાલાલની મજા બગાડતી આગાહી
Last Updated: 01:16 PM, 3 September 2024
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ ભારે આગાહી કરી છે. આગામી તા. 4 થી 5 સપ્ટેમ્બર દરમ્યાન બીજું લો પ્રેશર મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ભાગો વચ્ચે સર્જાશે. તા. 3 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાતમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતનાં ભરૂચ, જંબુસર, પાદરા, વડોદરા, નસવાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ છવાશે. તેમજ ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેશે. તેમજ રાજસ્થાન સંલગ્રન વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે.
ADVERTISEMENT
૩ ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી ગુજરાતમાં પડશે
ADVERTISEMENT
તો બીજી તરફ તા. 22 થી 25 સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાતમાં વરસાદ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે. તેમજ તા. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. ત્યારે સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.
વધુ વાંચોઃ એક ટંકના ખાવાના પણ હતા ફાંફાં, અભિનેત્રી સામંથાની સફળતા લોકોએ જોઈ, હવે જાણો કપરો સંઘર્ષ
નવરાત્રી અને દિવાળીમાં પડશે કમોસમી વરસાદ
તેમજ સપ્ટેમ્બર મહિનામાં 3 વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે. જેમાં તા. 13 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તા. 13 થી 20 સપ્ટેમ્બર વચ્ચે વધુ એક વરસાદી સિસ્ટમને લઈ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશ.તેમજ તા. 10 મી સપ્ટેમ્બરે વરસાદ વિરામ લશે. જે બાદ તા. 13 મી સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં 13 મી સપ્ટેમ્બરથી 20 મી સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદ વરસશે. ત્યારે આ વખતે નવરાત્રી અને દિવાળીનાં દિવસોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.