બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાલાલ પટેલની આગાહી! ખેડૂતો અને ખેલૈયા બંને નિરાશ, આ તારીખથી ફરી વરસાદી સંકટ
Last Updated: 08:11 AM, 16 September 2024
રાજ્યમાં વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથો સાથ નવરાત્રિમાં પણ વરસાદ 'વિલન' તેવી પણ આગાહી કરી છે.
ADVERTISEMENT
આ જિલ્લામાં વરસાદની આગાહી
ADVERTISEMENT
જેમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પણ ખેલૈયાઔને મુશ્કેલી પડી શકે છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રિ દરમિયાન છુટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે.
આ પણ વાંચો: અંબાજીમાં ભક્તોનું કીડિયારું, આટલા લાખ ભાવિકોએ કર્યા દર્શન, ચાચર ચોક ઝળહળી ઉઠ્યો
નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.