બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorological department's forecast regarding rainfall in the state

આગાહી / ગુજરાતમાં હવે ક્યારે પડશે વરસાદ? હવામાન વિભાગે 5 દિવસની કરી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Last Updated: 11:36 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદની આગાહી 2023: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવનાં છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નહી.

 

  • રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  • રાજ્યમાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતા
  • આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી

 વરસાદને લઈને ગુજરાતવાસીઓ માટે હાલ રાહતનાં સમાચાર છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. મોટા ભાગનાં વિસ્તારોમાં હળવો વરસાદ થશે. તેમજ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવનાં છે. ત્યારે અત્યાર સુધીમાં સીઝનનો 70 ટકા વરસાદ થયો છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાં આપી છે.  હાલ ગુજરાતમાં એકપણ સિસ્ટમ સક્રિય નથી. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના (ફાઈલ ફોટો)

 માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના 
હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરી છે. 

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

અંબાલાલ પટેલે કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorological Department Meteorologist Rain forecast ગુજરાતી ન્યૂઝ વરસાદની આગાહી હવામાન વિભાગ Gujarat Rain
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ