બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રેઈનકોટ અને છત્રી તૈયાર રાખજો, અનેક જીલ્લામાં હવામાન વિભાગની વરસાદની આગાહી
Last Updated: 07:59 AM, 20 September 2024
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
કચ્છમાં સૂંકુ વાતાવરણ જોવા મળશે
ADVERTISEMENT
આગામી 2 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સૂંકુ જોવા મળશે. રાજ્યમાં સીઝનનો 44% વધુ વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના ભાગોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું વધવાની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેશે. તો રાજ્યમાં તાપમાન 34થી 35 ડિગ્રી રહેવાની સંભાવના છે.
વધુ વાંચોઃ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, અહી બની રહ્યું છે આધુનિક સ્ટેશન
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. મહત્વનું છે કે, હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં બફારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે હવે વરસાદી ઝાપટા હવામાનમાં ઠંડક લાવી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે કહ્યુ છે કે, 22 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 27થી 29 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.