બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે, ચોમાસુ નબળું પડતા વરસાદમાં વિલંબ

ચોમાસું / ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે, ચોમાસુ નબળું પડતા વરસાદમાં વિલંબ

Last Updated: 02:47 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી નું અનુમાન વ્યક્ત કરાયુ છે.

રાજ્યમાં ચોમાસું તો બેસી ગયુ છે પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારો હાલ વરસાદની રાહ જોઇને બેઠા છે. મોટાભાગના વિસ્તારો હજુ કાળઝાળ ગરમીમાં તપી રહ્યા છે.. ખેડૂતોના મનમાં સવાલ છે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે

હાલ ચોમાસું નબળું પડ્યું

ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે જોકે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે. નવસારી બાદ ચોમાસુ નબળું પડ્યું છે. જેથી હજુ વરસાદ ની રાહ જોવી પડશે.

અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી

જોકે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી નું અનુમાન વ્યક્ત કરાયુ છે. તો વરસાદમાં આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરી છે...

તો પછી વાવણી લાયક વરસાદ ક્યારે ?

જો વર્તમાન સ્થિતિ જોઇએ તો 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે...પરંતુ આ અંગે પણ વધુ સટીકતાથી કહેવું હાલની સ્થિતિમાં મુશ્કેલ જણાઇ રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ