બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધુ એક સાયક્લોનિક સિસ્ટમથી ભારે વરસાદની વકી, હવામાન વિભાગની આકરી આગાહી
Last Updated: 04:37 PM, 8 September 2024
વરસાદને લઇ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેની વકી છે.
ADVERTISEMENT
કેટલાક જિલ્લામાં પડશે ભારે વરસાદ
ADVERTISEMENT
રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના પગલે 9 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સિઝનનો 49 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 82 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: કિરણ પટેલ જેવો વધુ એક ઠગબાજ ઝડપાયો, PMOની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી
ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 અને 9 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં રાજસ્થાનના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.