બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '45 કિમીની ઝડપે પવન સુસવાટા મારશે', હવામાન વિભાગે કરી 3 દિવસની વોર્નિંગ આપતી આગાહી

મેહુલિયો / '45 કિમીની ઝડપે પવન સુસવાટા મારશે', હવામાન વિભાગે કરી 3 દિવસની વોર્નિંગ આપતી આગાહી

Last Updated: 05:00 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે થંડરસ્ટ્રોમની વોર્નિંગ અપાઈ છે.

વરસાદી મોસમ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. પાટણ, આણંદ, દાહોદ વડોદરા, છોટાઉદેપુર અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે

PANCH

અમદાવાદ-ગાંધીનગરમાં થંડરસ્ટ્રોમની વોર્નિંગ

રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે થંડરસ્ટ્રોમની વોર્નિંગ અપાઈ છે. તો બીજી તરફ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને લઈ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: લો બોલો..., શિક્ષકો વિદેશમાં બેઠા, છતાંય છેલ્લા 2 વર્ષથી ગુજરાતની આ સ્કૂલોમાં બોલે છે હાજરી, શું આ રીતે ભણશે ગુજરાત?

PROMOTIONAL 11

514 મીમી વરસાદ નોંધાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, 1 જુનથી અત્યારસુધીમાં સમગ્ર ગુજરાતમાં 514 મીમી વરસાદ નોંધાયો છે, જે નોર્મલ વરસાદ 462 મીમી કરતા 11 ટકા વધારે વરસાદ છે. જેમાં પણ સૌરાષ્ટ્રમા 458 મીમી વરસાદ નોંધાયો છે. જે નોર્મલ વરસાદ કરતાં 29 ટકા વધારે વરસાદ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Gujarat Rain Forecast Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ