બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદનો ખરો રાઉન્ડ હવે આવશે! ખેડૂતોને માથે આભ તૂટી પડે તેવી આગાહી
Last Updated: 08:13 AM, 5 August 2024
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યાં ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ
ADVERTISEMENT
તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2 દિવસ માછીમારેનો દરિયો ન ખેડવા સૂચના
આજથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજ્યમં હજુ સુધી સીઝનનો સરેરાશ 66.35 ટકા વરસાદ વરસ્યો છે.
આજે ક્યાં વરસાદની આગાહી
5 ઓગસ્ટનાં રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ જેને લઈ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું કે આજે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. જયારે પાટણ, મહેસાણા, સુરત, તાપી અને, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Narendra Modi Birthday / RSS સ્વયંસેવકથી PM બનવા સુધીની સફર, દેશ માટે મોદી સરકારના મોટા નિર્ણયો જેને લોકોએ વધાવ્યા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT