Meteorological Department forecasts Unseasonal rainfall in Gujarat
માવઠાના સમાચાર /
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી
Team VTV05:48 PM, 07 May 21
| Updated: 10:41 PM, 07 May 21
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ આકરો ઉનાળો રહેશે અને બે દિવસ બાદ કમોસમી વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી
બે દિવસ રહેશે આકરો ઉનાળો
બે દિવસ બાદ કમોસમી વરસાદ પડશે
રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ આકરો ઉનાળો રહેશે. અને બે દિવસ બાદ કમોસમી વરસાદ પડશે. હળવા વાવાઝોડા સાથે માવઠાની પણ આગાહી કરાઇ છે. રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર રહેશે. ડાંગ, તાપી, જૂનાગઢ અને અમરેલી સહિતમાં કમોસમી વરસાદ પડશે.
રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર
અમદાવાદમાં આંશિક લોકડાઉન અને ગરમીની અસર જોવા મળી. બજારો બંધ રહેતા ટ્રાન્સપોર્ટેશન પણ અટક્યું છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક ધમધમતા રસ્તાઓ ક્યાંક સૂમસામ જોવા મળ્યા હતા. તો ક્યાંક રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો.
તો બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભરઉનાળે છેલ્લા એક સપ્તાહમાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેરીના પાકને મોટી નુકસાનીની ભીતિ છે. ઉનાળામાં કેરીની આવકના આધારે અનેક ખેડૂતોનું આખું વર્ષ ચાલતું હોય છે. અને આ સમયમાં જ કમોસમી વરસાદના કારણે પાકની નુકસાની ખેડૂતોને માર પાડે છે.
હવામાન વિભાગની આગાહીની ગણતરીની કલાકોમાં ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કોઠ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જો કે કમોસમી વરસાદ થતાં ઉનાળું પાકમાં નુકસાન થયું છે.