Meteorological Department forecasts rain in Gujarat
આવ રે...આવ /
ગુજરાતમાં હજુ 48 ટકા વરસાદની ઘટ, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ કરી આગાહી
Team VTV08:28 PM, 18 Aug 21
| Updated: 09:51 PM, 18 Aug 21
સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસદની આગાહી હવામાને આપી, રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ રહેશે, હાલ નિયમિત અતિભારે વરસાદની સંભાવના નથી, રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ
આગામી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદનું અનુમાન
બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળું પડ્યુ
રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા નહિવત
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યમાં અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. લો પ્રેશરની અસરથી રાજ્યમાં સારા વરસાદનું અનુમાન છે. જોકે રાજ્યમાં હજુપણ 48 ટકા વરસાદની ઘટ છે.
મહત્વનું છે કે, રાજ્યમાં વરસાદને લઇ આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે આગામી 5 દિવસ રાજ્યમાં સારો વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળુ થતા અતિભારે વરસાદની શક્યત નહિવત છે. જો કે લો પ્રેશરની અસરથી રાજ્યમાં સારો વરસાદ રહેવાની હવામાનનું અનુમાન છે સુરત નવસારી વલસાડ ડાંગ તાપીમાં અસર રહેશે. તો મધ્ય ગુજરાતના નડિયાદ, ખેડા, આણંદ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ હળવાથી ભારે આવી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસદની આગાહી હવામાને આપી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ રહેશે. હાલ નિયમિત અતિભારે વરસાદની સંભાવના નથી. હજીપણ રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે.
જો કે, આજે સુરતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાંબા સમયથી લોકો ઉકળાટમાં દિવસો પસાર કરી રહ્યા હતા. 14 જૂનથી બેસી જતાં ચોમાસું છેક, ઓગસ્ટ મહિના સુધી ખેંચાયું છે. જેને લઈ ખેડૂતોનો ઉભો પાક પણ સૂકાવવા પર આવી ગયો છે. ત્યારે જો હવે આગામી સપ્તાહ સુધી સારો વરસાદ ન થયો તો મુશ્કેલી વધી શકે છે.