બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorological department forecasts monsoon and rainfall in gujarat

મેઘ મહેર / ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડી શકે, હાલ એક વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી

Vishnu

Last Updated: 05:10 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે: હવામાન વિભાગ

  • રાજ્યમાં મેઘમહેર રહેશે યથાવત
  • ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચશે
  • એક વરસાદી સિસ્ટમ સક્રિય

રાજ્યમાં ચોમાસાના પ્રારંભ બાદ મેઘમહેર જોવા મળી રહી છે.આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરાઇ છે.અમદાવાદમાં પણ રહેશે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે નિયત સમય મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.

કયા કયા જિલ્લામાં થઈ શકે મેઘ મહેર?

  • 15 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ
  • 15 જૂનના ગાંધીનગર,મહેસાણા,આણંદ,વડોદરા
  • 15 જૂનના સુરત,ડાંગ,તાપી,નવસારી
  • 16 જૂનના પોરબંદર,જૂનાગઢ,અમરેલી,રાજકોટ
  • 16 જૂનના ગીરસોમનાથ, ભાવનગર
  • 17 જૂનના અમદાવાદ,ભરૂચ,સુરત,વલસાડમાં હળવા વરસાદની આગાહી

કચ્છમાં મહિનાના અંત સુધીમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રિ મોનસૂનની ગતિવિધિઓ શરૂ ગઈ છે. 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનુ આગમન થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 જૂન સુધી ચોમાસાનુ આગમન થશે. તો 25 જૂન સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ચોમાસું આવરી લેશે. જેમાં કચ્છમાં મહિનાના અંત સુધી ચોમાસું પહોચે તેવી આગાહી કરાવામાં આવી છે.

રાજ્યના 190 તાલુકામાં વરસાદ (છેલ્લા 2 દિવસમાં)

તાલુકો વરસાદ તાલુકો વરસાદ
ધનસુરા 3 ઈંચ સિદ્ધપુર 2 ઈંચ
દસાડા 2.75 ઈંચ વડગામ 2 ઈંચ
માણસા 2.75 ઈંચ બગસરા 2 ઈંચ
નડિયાદ 2.75 ઈંચ દાંતિવાડા 1.50 ઈંચ
રાધનપુર 2.75 ઈંચ શંખેશ્વર 1.50 ઈંચ
બેચરાજી 2.75 ઈંચ જામજોધપુર 1.50 ઈંચ
ચોટીલા 2 ઈંચ અંજાર 1.50 ઈંચ
ચૂડા 2 ઈંચ વઢવાણ 1.25 ઈંચ
વિજયનગર 2 ઈંચ પાટણ 1.25 ઈંચ
મોડાસા 2 ઈંચ - -

પ્રિ મોન્સૂનની નબળી કામગીરી દર વર્ષની જેમ ખુલી પડી 
રાજકોટમાં ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો છે. જેમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકડ સાબિત થયા છે. શહેરમાં આવેલા અડધાથી 3 ઈંચ જેટલા વરસાદમાં જ વેસ્ટઝોનમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેસ્ટઝોનના અન્ડરબ્રિજ અને વોકળામાં પ્રથમ વરસાજમાં જ પાણી ભરાયા છે. જેથી શહેરીજનોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department gujarat monsoon 2022 rain forecasts rain in gujarat ગુજરાતમાં ચોમાસું ગુજરાતમાં વરસાદ વરસાદ આગાહી હવામાન વિભાગ હવામાન વિભાગની આગાહી rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ