Meteorological department forecast for rain in Gujarat 11-08-2022
વાતાવરણ /
હવામાન વિભાગની નવી આગાહી: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘો બઘડાટી બોલાવશે, 12 ઓગસ્ટ બાદ જોર ઘટશે
Team VTV07:40 AM, 11 Aug 22
| Updated: 07:46 AM, 11 Aug 22
હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, અરવલ્લી, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ પડી શકે છે વરસાદ
આજે સાર્વત્રિક વરસાદની શક્યતા
ઉત્તરથી દક્ષિણ સુધી વરસાદની આગાહી
રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ
આજે રાજ્યમાં દ.ગુજરાત અને ઉ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ અને દમણમાં મેઘો બઘડાટી બોલાવી શકે તેવા સંકેત હવામાન ખાતાએ આપ્યા છે. 12 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવા પણ વરતારા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં મેઘમહેર
હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ વરસાદ થયો છે, જ્યારે ઉમરપાડા અને સાગબારામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે. સાથે વ્યારા, બાવળા અને લખપતમાં પોણા 2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ખેડા, સુબિર, ખેરગામ, વાંસદા અને ઉચ્છલમાં 1.5 ઈંચ વરસાદ તથા વાપી, ધાનેરા, કામરેજ અને પાદરામાં સવા ઈંચ વરસાદ થયો છે. સાથે માંડવી અને હાંસોટમાં 1-1 ઈંચ વરસાદ થયો છે.
ચોમાસામાં થયેલા વ્યાપક વરસાદને પગલે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. જે વિસ્તારોમાં વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી જળસંગ્રહ કરવા તેમજ સિંચાઇ યોજનાના કામો સત્વરે હાથ ધરવા માટે જરૂરી સૂચન કર્યા. pic.twitter.com/xLaamFZTs4
ગુજરાતમાં સિઝનનો 75% વરસાદ
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમને પણ તહેનાત રહેવા માટે તંત્રએ આદેશ આપી દીધો છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો ૭પ ટકા વરસાદ નોંધાયો છે.
પાક નુકસાની સહાય ટુંક સમયમાં થશે જાહેર
ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. સર્વેનું સપૂર્ણ કામગીરી પૂર્ણ થયે સહાયની જાહેરાત કરવામા આવશે.