બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorological department forecast for rain in Gujarat 08-08-2022
Vishnu
Last Updated: 07:41 AM, 11 August 2022
ADVERTISEMENT
રાજ્યના 9 આગામી ત્રણ દિવસ સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સ સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાઇ રહી છે. આજથી અમદાવાદ, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમને પણ તહેનાત રહેવા માટે તંત્રએ આદેશ આપી દીધો છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો ૭પ ટકા વરસાદ નોંધાયો છે.
પ ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય
રાજ્યમાં વધુ એક વખત વરસાદી માહોલ જામ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે પ ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ જુલાઇ મહિના કરતાં ઓછું રહેશે, પરંતુ ૧૦ તારીખ પહેલાં રાજ્યની અનેક જગ્યાઓ પર વરસાદ બઘડાટી બોલાવશે. રવિ તેમજ સોમવારે અમદાવાદમાં વરસાદ નહીં પડતાં બફારાની સ્થિતિ સર્જાઇ હતી.
ADVERTISEMENT
મંગળવારે આ 17 વિસ્તારમાં વરસાદ પડી શકે
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજથી તારીખ ૧૦ સુધીમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ગાજવીજ સાથે વરસશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા ત્રણ દિવસમાં ધોધમાર વરસાદ પડશે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ થાય તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. રાજ્યના 17 જિલ્લામાં વરસાદ વધુ પડી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. રાજ્યના અમુક વિસ્તારમાં છ ઈંચથી વધુ વરસાદ પડશે, જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ ૧૦ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે આઠ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યનાં ૪૦૦૦ ગામમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાની થઈ હતી.
એક મહિના પછી ધોધમાર વરસાદની એન્ટ્રીની શક્યતા
જુલાઇ મહિનાની ૧૦ તારીખે વરસાદે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં જબરદસ્ત એન્ટ્રી મારી હતી, જેના કારણે ઠેરઠેર પાણી ભરાયાં હતાં. ૧૦ તારીખે પડેલા અતિશય વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયાં હતાં, જેમાં વાહનો પણ ડૂબી ગયાં હતાં ત્યારે લોકોના ઘરમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં. જુલાઇ મહિનામાં ત્રાટકેલા ધોધમાર વરસાદની જેમ વધુ એક વખત ૧૦ ઓગસ્ટે અનરાધાર વરસાદ પડે તેવી શક્યતા છે.
અસહ્ય બફારાના કારણે શહેરીજનો શેકાયા
થોડા દિવસ પહેલાં વરસાદે વિરામ લેતાં અમદાવાદીઓએ બફારાના કારણે ઘરે ઘરે એસી ચાલુ કરી દીધાં હતાં ત્યારે ગઇ કાલે પણ આવી જ સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે વરસાદે વિરામ લેતાં ભેજવાળું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે બફારો જોવા મળ્યો હતો. ભારે બફારાના કારણે લોકોએ પોતાના ઘરમાં એસી ચાલુ કરવાં પડ્યાં હતાં, જ્યારે આજે વરસાદ પડે તો બફારાનું પ્રમાણ ઓછું થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.