બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department declares cold day in Gujarat just before Uttarayan, two days freezing cold forecast
ParthB
Last Updated: 02:49 PM, 13 January 2022
ADVERTISEMENT
રાજ્યભરમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસો સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.એટલે કે 14 અને 15મી જાન્યુઆરીએ એમ બે દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યોમાં ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકતાં ઠંડા પવનો ફરી વળશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડીગ્રીમાં નોધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ એક તરફ ઉતરાયણનો પર્વ છે ત્યારે લોકોમાં ખુબ ઉત્સાહ તહેવારને લઈને હોય છે જો કે સોનામાં સુગંધ ભળે એવા સમાચાર પતંગ રસીકો માટે પણ છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ બંને દિવસોમાં પવનની ગતિ 10 થી 15 કિ.મી પ્રતિ કલાકની રહેશે . તો વળી આગાહી અનુસાર આગામી થોડા દિવસ માવઠાની આગાહી નથી તો પરંતુ લોકોને હજી 2 દિવસ ઠંડી યથાવત રહેશે
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે હજી આગામી બે દિવસો સુધીમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.આમ ઉત્તરાયણ પર્વના અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 8 ડિગ્રી નોધાયો હતો. તેમજ વડોદરામાં 11.3 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને ભાવનગરમાં 13 ડિગ્રીન નોધાયો હતો. આમ સમગ્ર રાજ્યમાં ઉત્તરીય પૂર્વીય પવનોના કારણે લધુત્તમ તાપમાનનો પરો 15 ડિગ્રીની આસ પાસ પહોંચવા પામ્યું હતું.
48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની તીવ્રતા વધવાની શક્યતા છે.
ગુજરાતભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આગામી 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની તીવ્રતા વધવાની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાઠામાં ઠંડી રહેશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાશે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.