બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Meta Mark Zuckerberg can launch instagram and facebooks paid version soon in Europe
Vaidehi
Last Updated: 04:53 PM, 2 September 2023
ADVERTISEMENT
જો તમે ફેસબુક કે ઈંસ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. માર્ક ઝુકરબર્ગની કંપની મેટા, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકનાં પેઈડ વર્ઝન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. એટલે કે આ બે સોશિયલ મીડિયાની એપ ચલાવવા માટે હવે પૈસા આપવા પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં એલૉન મસ્કે X પ્લેટફોર્મનું પેઈડ વર્ઝન લૉન્ચ કર્યું હતું.
ક્યારે લૉન્ચ થશે આ એપ?
રિપોર્ટ અનુસાર મેટાએ ફેસબુક અને ઈંસ્ટાગ્રામનાં પેઈડ વર્ઝન ક્યારે લૉન્ચ કરશે તેની જાણકારી આપી નથી. પરંતુ આ બંને એપની પેઈડ સર્વિસને સૌથી પહેલાં યૂરોપિયન યૂનિયનમાં લૉન્ચ કરવામાં આવશે. અને એ બાદ બાકીનાં દેશોમાં લૉન્ચ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને સોશિયલ મીડિયાનાં પેઈડ વર્ઝનની સાથે-સાથે તેના ફ્રી વર્ઝન પણ ચાલુ જ રહેશે. બંનેમાં અંતર માત્ર એટલો હશે કે પેઈડ વર્ઝન ad free રહેશે જ્યારે ફ્રી વર્ઝનમાં એડ્સ જોવી પડશે.
ADVERTISEMENT
Would you pay for an ad-free version of Facebook or Instagram? That might be an option for users in the EU -> "It is unclear how much the paid versions of the apps would cost or when the company might roll them out." https://t.co/pAMEtflKrT
— Glenn Gabe (@glenngabe) September 1, 2023
શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?
યૂરોપિયન યૂનિયનની તપાસ બાદ જાણવા મળ્યું કે ઈંસ્ટાગ્રામ અને ફેસબુક પોતાના યૂઝર્સનાં ડેટાનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. જેને લઈને યૂરોપિયન યૂનિયનની તરફથી મેટા પ્લેટફોર્મ પર ફાઈન પણ લગાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2022માં યૂરોપિયન યૂનિયને મેટાની તપાસ શરૂ કરી અને આરોપ મૂક્યો કે તે યૂરોપનો ડેટા અમેરિકા મોકલે છે. આ ડેટાનો ઉપયોગ ટારગેટ એડ્સ દેખાડવા માટે થઈ રહ્યો હતો. પરંતુ જો કંપની ડેટા એક્સેસ નહીં કરે તો મેટાને આર્થિક નુક્સાન થશે. આ નુક્સાનની ભરપાઈ કરવા માટે મેટા પેઈડ વર્ઝન સર્વિસ લૉન્ચ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.