બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 03:50 PM, 20 September 2023
ADVERTISEMENT
Gujarat Rain forecast: રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. ભારે વરસાદ આવે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અત્રે જણાવી દઈએ કે, રાજ્યમાં સો ટકા વરસાદ પૂર્ણ થયો છે.
સિઝનનો 100% વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.