બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 02:30 PM, 6 December 2020
સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનની એક સમિતિએ સ્પેનિશ લીગમાં ઓસાસુના સામે બાર્સેલોનાની જીત બાદ આ દંડ ફટકાર્યો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી મેસ્સીએ ગોલ કર્યા બાદ બાર્સેલોનાની જર્સી ઉતારીને મારાડોનાની જૂની ક્લબની વેલ્સ ઓલ્ડ બોયઝની જર્સી પહેરી. ત્યાર બાદ બંને હાથ ઊંચા કરીને ચુંબન કર્યું.
ADVERTISEMENT
મેચ બાદ મેસીએ પોતાની આ તસવીર સાથે મારાડોનાની તસવીર પોસ્ટ કરીને કેપ્શન લખી હતીઃ 'ફેરવેલ, ડિએગો.'
ADVERTISEMENT
મેસીએ ૬૦૦ યુરો ઉપરાંત બાર્સેલોના ક્લબ દ્વારા લગાવાયેલો ૧૮૦ યુરો (લગભગ ૧૬,૦૦૦ રૂપિયા)નો દંડ પણ ભરવો પડ્યો હતો. મેસીને તેની આ હરકત બદલ યલોકાર્ડ પણ દેખાડવામાં આવ્યું હતું. મેસી અને બાર્સેલોના ક્લબ આ ચુકાદા સામે અપીલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનું ૬૦ વર્ષની ઉંમરે તાજેતરમાં નિધન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.