બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:47 PM, 10 February 2025
ઓફિસમાં પતિના મહિલા સહકર્મી સાથે સંબંધોને ઘણી વાર અનૈતિક તરીકે ખપાવી દેવામાં આવે છે પરંતુ આ સંબંધો દોસ્તીના પણ હોઈ શકે છે પરંતુ ઘણી વાર તેને અનૈતિક ગણાવી દેવામાં આવતાં હોય છે પરંતુ હવે હાઈકોર્ટે આ દિશામાં સ્થિતિ સ્પસ્ટ કરી છે. જસ્ટિસ સબ્યસાચી ભટ્ટાચાર્ય અને ઉદય કુમારની ડિવિઝન બેન્ચે કહ્યું કે પતિ અને ઓફિસમાં મહિલા સહકર્મીની નિર્દોષ દોસ્તીને અનૈતિક યૌન સંબંધો ગણી શકાતાં નથી.
ADVERTISEMENT
પતિના મહિલા સહકર્મીના સાથેના સંબંધો નિર્દોષ પણ હોઈ શકે
પતિ અને તેની ઓફિસની મહિલા સહકર્મી વચ્ચેની મિત્રતા અને પતિની સર્જરી સમયે આવા મિત્રો વચ્ચેની નિકટતાને પત્ની ગેરકાયદેસર જાતીય સંબંધ માનતી હોય છે, તેની પત્નીની આવી માન્યતા અસ્વીકાર્ય છે અને તે પાયાવિહોણી છે. હાઈકોર્ટે એવું કહ્યું કે આવી મિત્રતા નિર્દોષ હોય છે અને તેને કોઈ પણ યૌન સંબંધો તરીકે ન ગણી શકાય.
ADVERTISEMENT
હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી
પક્ષકારોના લગ્ન 2007માં થયા હતા, પરંતુ ત્યારબાદ કપલના સંબંધમાં બગડ્યાં હતા અને છુટાછેડાની નોબત આવી હતી. પત્નીએ પતિ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498-A અને 406 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સપ્ટેમ્બર 2012માં પત્ની ફરી સાસરિયે આવીને પતિ સાથે રહેવા લાગી હતી જેને કારણે 15 જુલાઈ 2014માં દિવસે એક પુત્રીનો જન્મ થયો હતો જોકે ત્યાર બાદ તેમની વચ્ચેના સંબંધો ફરી બગડવા લાગ્યાં હતા અને પત્નીએ 13 ડિસેમ્બર 2017ના દિવસે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો જોકે હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.