બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પતિના 15 ટુકડાં કરીને ડ્રમમાં ભરીને સિમેન્ટથી પૂરીને મુસ્કાને પ્રેમી સાથે હોટલમાં 'માણ્યું શરીરસુખ'

મેરઠ કાંડ / પતિના 15 ટુકડાં કરીને ડ્રમમાં ભરીને સિમેન્ટથી પૂરીને મુસ્કાને પ્રેમી સાથે હોટલમાં 'માણ્યું શરીરસુખ'

Last Updated: 07:48 PM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરઠમાં પતિની ઘાતકી હત્યા કર્યાં બાદ મુસ્કાન નામની યુવતીએ તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મેરઠમાં પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિ સૌરભ રાજપુતની હત્યા કરનારી તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાં કર્યાં છે. મુસ્કાને એવું કહ્યું કે પતિ સૌરભની હત્યા કર્યા બાદ મુસ્કાન પ્રેમી સાહિલ સાથે મનાલી ફરવા ઉપડી હતી અને તેણે તે રાતે સાહિલ સાથે અનેક વાર શરીર સુખ માણ્યું હતું, બન્નેએ ખુબ એન્જોય કર્યું હતું. પતિના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં મૂક્યા બાદ તાળું મારતી વખતે મુસ્કાને પડોશીઓને કહ્યું હતું કે તે તેના વર સાથે મનાલી ફરવા જાય છે. મુસ્કાનને એવું હતું કે તેણે પતિના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં સિમેન્ટથી પૂરી દીધાં હોવાથી તેનો ભેદ હવે નહીં પકડાય પરંતુ મનાલીથી પાછા આવ્યાં બાદ એક ભૂલ કરી બેઠી અને તેણે કારણે તેનું પાપ ખુલી ગયું.

પૈસા ખુટતાં માતાને કરી દીધી સાચી વાત

પતિ સૌરભની હત્યા બાદ મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવા માગતી હતી પરંતુ ઉપડ્યાં હોતા આથી તે તેની માતા પાસે ગઈ અને ત્યાં ગભરાટમાં તેણે પતિની હત્યાનો ખુલાસો કરી દીધો. માતાએ તરત પોલીસને જાણ કરતાં મુસ્કાનની ધરપકડ કરવામાં આવી હતી.

માતાપિતાએ મુસ્કાનને પોલીસમાં પકડાવી

જમાઈને ખૌફનાક રીતે મારીને પિયર આવેલી દીકરી પર જરાય દયા ન ખાતાં માતાપિતાએ તેને પોલીસમાં પકડાવી દીધી હતી અને પોલીસને વિનંતી પણ કરી કે તેને ફાંસી આપો કારણ કે તે જીવવાને લાયક નથી. યુપીના મેરઠમાં પતિ સૌરભ રાજપૂતની હત્યા કરીને આવેલી પુત્રી મુસ્કાન રસ્તોગીને તેના માતાપિતાએ પોલીસમાં પકડાવી હતી. હકીકતમાં પતિની અત્યંત ખૌફનાક હત્યા કર્યાં બાદ મુસ્કાને ઘેર આવીને માતાપિતાને સાચી જણાવી દીધી પછી બન્નેએ તેને પોલીસને જાણ કરી હતી. મુસ્કાનના પિતા પ્રમોદ રસ્તોગીએ કહ્યું કે મારી દીકરીએ ખોટું કર્યું છે, જમાઈ અમારે માટે દીકરા જેવા હતા. મુસ્કાનને ફાંસીની સજા થવી જોઈએ. મુસ્કાન તેના પતિ સૌરભ વિશે અસ્પષ્ટ જવાબો આપી રહી હતી. જ્યારે મેં તેને વારંવાર પૂછ્યું, ત્યારે તેણે સત્ય જણાવ્યું. તેણીએ કહ્યું કે મેં મારા મિત્ર સાહિલ સાથે મળીને તેની હત્યા કરી નાખી જે પછી અમે સ્તબ્ધ રહી ગયા અને પોલીસને જાણ કરી.

કેવી રીતે કરી હત્યા

હકીકતમાં પરણેલી મુસ્કાનને સાહિલ શુક્લા નામના યુવાન સાથે આડાસંબંધો હતા, આ માટે મુસ્કાન છૂટાછેડા આપવા માગતી હતી પરંતુ સૌરભ તૈયાર નહોતો આથી તેણે હત્યાનું કાવતરું ઘડીને તેને પતાવ્યો હતો. હત્યા પહેલા બંનેએ સાથે મળીને સૌરભને ભોજનમાં શામક દવા આપી હતી. જ્યારે તે બેભાન થઈ ગયો, ત્યારે મુસ્કાને સાહિલનો હાથ પકડી લીધો અને ચિકન કાપવાના છરીથી સૌરભ પર હુમલો કર્યો. હત્યા બાદ બંનેએ લાશને ડ્રમમાં બંધ કરીને ઘરમાં છુપાવી દીધી હતી. પછી બંને સાથે મનાલી, કસોલ અને શિમલા ફરવા ગયા.

સૌરભ દીકરીનો જન્મદિવસ મનાવવા લંડનથી આવ્યો હતો

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પીડિત સૌરભ મુસ્કાન અને તેની દીકરી પિયુનો જન્મદિવસ મનાવવા લંડનથી મેરઠ આવ્યો હતો પરંતુ તેણે ખબર નહોતી કે આ તેની જિંદગીની આખરી પળ હશે.

સંકળાયેલા મુદ્દાઓ

National news meerut Muskaan Rastogi meerut Wife
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ