બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હદથી વધારે મોબાઇલ ફોન યુઝ કરનાર પુરુષો સાવધાન! થઇ શકે છે મર્દાનગી પર અસર
Last Updated: 03:36 PM, 2 December 2024
ફોન વગર અત્યારે કોઇ પણ વ્યક્તિને ચાલતું નથી પણ વધારે ફોનના ઉપયોગથી કેટલાક નુકસાન પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક રિપોર્ટ અનુસાર ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષત્વ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થઇ શકે છે. નિષ્ણાતોના મતે, વધુ પડતા ફોનનો ઉપયોગ પ્રજનન ક્ષમતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આજકાલ તમે તમારી આસપાસના લોકોને મોટાભાગનો સમય ફોન પર વિતાવતા જોતા હશો, દરેક યુવક પોતાના ફોનમાં વ્યસ્ત છે. ઓફિસનું કામ હોય કે રીલ જોવાનું હોય, આજકાલ લોકો પોતાના ફોનમાં વ્યસ્ત છે. પરંતુ ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષો માટે નુકસાન છે. સ્વિસ પુરૂષો પર હાથ ધરવામાં આવેલા એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષો તેમના ફોનનો વધુ વખત ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સાંદ્રતા અને કુલ શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો દિવસમાં 20 થી વધુ વખત તેમના ફોનનો ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સાંદ્રતામાં 21% ઘટાડો અને કુલ શુક્રાણુઓની સંખ્યામાં 22% ઘટાડો થયો છે.
ADVERTISEMENT
કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ શુક્રાણુની ગતિશીલતામાં ઘટાડો સાથે સંકળાયેલ છે. મોબાઈલ ફોન રેડિયેશનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શુક્રાણુ ડીએનએ ફ્રેગમેન્ટેશન થઈ શકે છે. તેથી રેડિયેશન ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધારી શકે છે, જે પુરૂષ પ્રજનન અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો : જૂના વાહનનો નો-ક્લેઈમ બોનસ નવામાં આ રીતે કરો ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સમાં થશે 50 ટકાની બચત
અંતઃસ્ત્રાવી વિક્ષેપ પાડતા રસાયણો ખોરાક અને હવા દ્વારા શરીરમાં પહોંચે છે, જે અન્ય હોર્મોન્સને અસર કરે છે. જો કે પ્રદૂષણના કારણે પુરુષોના સ્પર્મ કાઉન્ટ પણ ઘટી રહ્યા છે. સાથે જે લોકો વધુ પડતું ધૂમ્રપાન કરે છે અને દારૂ પીવે છે તો તેને પણ શુક્રાણુઓની સંખ્યા પર અસર પડી શકે છે.રિપોર્ટ અનુસાર સ્થૂળતા અને ખરાબ વસ્તુઓ ખાવાથી પણ સ્પર્મ કાઉન્ટ ઘટી શકે છે. પુરુષોના સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના અસંતુલનને કારણે સ્પર્મ કાઉન્ટ પણ ઘટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.