બ્રેકિંગ ન્યુઝ
Shyam
Last Updated: 08:15 PM, 12 August 2021
ADVERTISEMENT
સુરતમાં પોલીસકર્મી અને વાહનચાલક વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એક વાહન ચાલકનું બાઈક પણ ટો કરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસ સાથે પહેલા બોલાચાલી કરવામાં આવી હતી. જે બાદ બાઈક ચાલકની પોલીસે અટકાયત કરતા તે ઉગ્ર બન્યો હતો. અને પોલીસ સાથે મારામારી કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓને થપ્પડ પણ મારી દીધી હતી. આમ છતાં પોલીસે પોતાની કાર્યવાહી શરૂ રાખી હતી.
ADVERTISEMENT
પોલીસે પણ આ વ્યક્તિને ગાડીમાં બેસાડવા માટે ભારે મહેનત કરવી પડી હતી. તો આ સાથે સ્થાનિક લોકોનો પણ ગુસ્સો પોલીસ પર ફૂટ્યો હતો. લોકો પણ બાઈક ચાલક વ્યક્તિની તરફેણમાં બુમાબુમ કરતી જોવા મળી હતી. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરીને લઈ અવાર-નવાર સવાલો ઉઠ્યા છે. લોકો પણ કોરોનાની સ્થિતિ અને આર્થિક મંદી બાદ હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે વાહન ટો કરીને રૂ.700થી વધુનો દંડ ફટકારતા હવે લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા હોય તેમ લડી લેવાના મૂડમાં જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.