Men be careful if you have these bad habits then there are high chance for low sperm
સાવધાન /
તમારા કામનું: પુરુષોએ આજથી બદલવી જોઈએ આ આદતો, થશે એવું નુકસાન કે જાણીને લાગશે આંચકો
Team VTV05:42 PM, 28 May 22
| Updated: 05:46 PM, 28 May 22
તમારી રોજની કેટલીક આદતો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. પુરુષોની કેટલીક ખોટી આદતો તમારા સ્પર્મ કાઉન્ટ પર ખરાબ અસર પાડી શકે છે. ચાલો જાણીએ તે આદતો વિશે.
તણાવના કારણે sperm count ઘટે છે
ચિંતા ન કરવી જોઈએ અને ખુશ રહેવું જોઈએ
દરરોજ કસરત કરવી જોઈએ નહીં તો મોટાપાની સમસ્યા થઈ શકે છે.
તમારી કેટલીક દૈનિક આદતો તમને મુશ્કેલીમાં નાખી શકે છે. પુરુષોની કેટલીક ખરાબ આદતો તમારા સ્પર્મ કાઉન્ટ પર ખરાબ અસર પાડી શકે છે. જેમાં વધુ તણાવ, ખોટા ખાનપાન અને રોજની કેટલીક ખોટી આદતો સામેલ છે. એવામાં તમારે ચિંતિત થવાની જરૂર નથી કારણકે અહીયાં અમે તમને જણાવીશું કે તમારી એવી કઈ ખરાબ આદતો છે જે તમારે આજે જ છોડી દેવી જોઇયે, ચાલો જાણીએ.
પુરુષો પોતાની આ આદતોને આજે જ છોડી દે
વધુ તણાવ લેવો
પુરુષોમાં તણાવના કારણે પણ સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ શકે શકે છે. આવું એટલા માટે થાય છે કારણકે પુરુષોમાં ચિંતા અને તણાવના લીધે તેમના સ્પર્મની ગુણવતા ઓછી થઈ જાય છે. એટલા માટે તમે આજથી ખુશ રહેવાનો પ્રયાસ કરો અને તણાવથી દૂર રહો.
કસરત ન કરવી
કસરત ના કરવાથી તમને મોટાપા જેવી સમસ્યાઓ થઈ શકે છે. મોટપાના લીધે તમારા સ્પર્મની ગતિશીલતા ઓછી થઈ જય છે જેની સીધી અસર તમારી સેક્સ લાઇફ પર પડે છે. તેથી આજથી જ તમે એક જગ્યાએ બેસી રહેવાની આદતને છોડી દો. આનાથી તમારું મેટાબોલિજમ ધીમું થઈ જાય છે અને તમારુ વજન વધવા લાગે છે. આથી પુરુષોએ દરરોજ કસરત કરવી જોઈએ.
દારુ પીવાની આદત
ડ્રગ્સ, દારુ અને તમાકુનુ લાંબા સમય સુધી સેવન કરવું એ પુરુષોના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તમારી આ આદતોના લીધે તમને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. એવામાં જો તમે રોજ તમાકુ કે દારુનું સેવન કરતા હોવ તો આજે જ આદતોને છોડી દો.
મોડી રાત સુધી જાગવાની આદત
મોડી રાત સુધી જાગવાના લીધે તણાવ અને મોટાપાની સમસ્યા થઈ શકે છે જેનાથી તમારુ સ્પર્મ કાઉન્ટ ઓછુ થઈ શકે છે. એ સાથેજ મોડી રાત સુધી જાગવાના કારણે તેની સીધી અસર તમારા મગજ પર પણ પડે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે સારુ નથી. જેનાથી તમારા સ્પર્મ કાઉન્ટ પણ પ્રભાવિત થઈ શકે છે.