બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:40 PM, 10 March 2023
ADVERTISEMENT
જાણીતા અભિનેતા સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. વર્ષ 2022માં બોલિવૂડના ઘણા કલાકારોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને અન્ય કારણોથી હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા બની રહી છે. અન્ય બીમારીઓની જેમ હાર્ટ એટેક પણ લક્ષણો બતાવે છે. તેને ઓળખવાની જરૂર હોય છે. શું તમે જાણો છો કે પુરુષ અને મહિલાઓમાં પણ હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોય છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં આવે તો ગંભીર સમસ્યાથી બચી શકાય છે. જાણવાનો પ્રયાસ કરીએ કે મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો કેવી રીતે અલગ હોય છે.
ADVERTISEMENT
ઘણી મહિલાઓને હાર્ટમાં નથી થતો દુખાવો
હાર્ટમાં દુખાવો પુરુષોમાં સૌથી સામાન્ય લક્ષણ છે. પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે ઘણી મહિલાઓમાં હાર્ટ એટેક આવતા પહેલા હાર્ટમાં દુખાવો થતો નથી. જોકે છાતીથી પીઠ, જડબા અને હાથનો દુખાવો પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં થઈ શકે છે. ઘણા સ્ટડીમાં સામે આવ્યું છે કે મહિલાઓને પીઠ, ગરદન અને જડબાના દુખાવાની સંભાવના વધુ હોય છે.
મહિલાઓમાં આ લક્ષણો જોવા મળે છે
હાર્ટ એટેક દરમિયાન મહિલાઓને ઉબકા, ઉલટી, જડબા, ગળામાં અથવા પીઠના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. છાતી અથવા પેટના નીચેના ભાગમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, બેભાન થવું, અપચો અને ભારે થાકનો અનુભવ થાય છે. આ સિવાય ઊંઘની સમસ્યા, ચક્કર આવવા, અપચો, ગેસના લક્ષણો પણ જોવા મળે છે.
50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વધારે ખતરો
મોનોપોઝ મહિલાઓમાં હાર્ટ સંબંધી સમસ્યા ઉત્પન્ન કરે છે. રિપોર્ટ અનુસાર 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં હાર્ટ એટેકથી મૃત્યુનો ખતરો વધારે છે. શરીરના વજનમાં વધારો, કસરતનો અભાવ, ધૂમ્રપાન, પ્રોસેસ્ડ ફૂડ ખાવા જેવી સમસ્યાઓ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આના કારણે હાર્ટ એટેક પણ આવે છે.
આ કારણો જવાબદાર
પુરૂષ હોય કે મહિલાઓ હૃદયરોગની બીમારીથી બચવા માટે કયા કારણો જવાબદાર છે? આ જાણવું ખૂબ જ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશર, સામાન્ય કરતાં વધુ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ધુમ્રપાન, કસરત ન કરવી, કિડનીની બીમારીને કારણે પણ હાર્ટ એટેક આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.