અમદાવાદ / મેમનગર હિટ એન્ડ રનઃ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ડ્રાઇવર કેમ ગયો તે મને ખબર નથી

Memnagar Hit and Run Case MLA Shailesh Parmar

ગઇકાલે અમદાવાદ શહેરના મેમનગર ખાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં MLA શૈલષ પરમારની કાર દ્વારા સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. સ્કૂટર ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ પર ધારાસભ્યને બચાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદમાં ધારાસભ્યના નામનો ઉલ્લેખ કર્યો નથી. જો કે આ બધા વચ્ચે ધારાસભ્ય શૈલેષ પરમાર કહ્યું કે ડ્રાઇવર કેમ ગયો તે મને ખબર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ