બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / Members of Bajrang Dal staged a protest at a multiplex in Ahmedabad on upcoming film,The Creator Sarjanhar

ગુજરાત / 'ધ કેરલા સ્ટોરી' બાદ વધુ એક ફિલ્મને લઈને વિવાદઃ અમદાવાદના થિયેટરમાં બજરંગદળે પોસ્ટરો ફાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ, લગાવ્યો ગંભીર આરોપ

Megha

Last Updated: 11:20 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ ક્રિએટર સર્જનહાર' રિલીઝ પહેલા જ વિવાદોનો શિકાર બની, બજરંગ દળે બુધવારે ગુજરાતના અમદાવાદમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે.

  • વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે
  • બજરંગ દળે ફિલ્મ પર ગંભીર આરોપ લગાવ્યા
  • બજરંગ દળે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી

ફિલ્મોને લઈને વિવાદો ઉભા થવા સામાન્ય બની ગયા છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. 'ધ ક્રિએટર સર્જનહાર' ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે. હિન્દુવાદી સંગઠન બજરંગ દળે ફિલ્મ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ દળ દ્વારા ફિલ્મનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળનો આરોપ છે કે ફિલ્મમાં લવ જેહાદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી
'ધ ક્રિએટર સર્જનહાર' રિલીઝ પહેલા જ વિવાદોનો શિકાર બની ગઈ છે.આ ફિલ્મ 26 મેના રોજ રિલીઝ થવાની છે. બજરંગ દળના સભ્યોએ બુધવારે ગુજરાતના અમદાવાદમાં એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો. બજરંગ દળે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. 

ગઇકાલે અમદાવાદના PVR થીયેટરમાં બંજગરદળે ધ ક્રિએટર સર્જનહાર ફિલ્મનો કર્યો વિરોધ કર્યો હતો. જણાવી દઈએ કે બજરંગ દળનું કહેવું છે કે ફિલ્મમાં હિન્દુ વિરોધી માનસીકતા દર્શાવવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરો ફાડીને અને નારેબાજી કરીને કાર્યકર્તાઓએ થીયેટરમાં વિરોધ કર્યો હતો. 

ફિલ્મમાં ફેરફાર બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
ફિલ્મના વિરોધ પર પ્રોડ્યુસર રાજેશ કરાટેનું નિવેદન સામે આવ્યું છે. રાજેશ કરાટેએ કહ્યું, 'અમે ફિલ્મમાં ટ્રાન્સફોર્મેશન બતાવવાનો પ્રયાસ કર્યો છે. અમે બતાવ્યું છે કે દુનિયા બદલાઈ શકે છે. હું ધમકીઓથી ડરતો નથી. તેઓ ધર્મને પ્રેમ કરે છે અને હું તેના વિશે કંઈ કરી શકતો નથી. હું બધાને અપીલ કરું છું કે ધર્મના નામે હિંસા ન કરો. ધર્મ બચાવવાના નામે એક વ્યક્તિને શા માટે મારશો? આવી સ્થિતિમાં ધર્મની અવગણના કરીને વ્યક્તિનો ઉદ્ધાર કરવો જોઈએ. તેણે એમ પણ પૂછ્યું કે શું તમે ઈચ્છો છો કે હું મારા પરિવારને ગુમાવી દઉં.

જણાવી દઈએ કે, 'ધ ક્રિએટર સર્જનહાર' રાજેશ કરાટે ગુરુજી અને રાજુ પટેલના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ પ્રવીણ હિંગોનિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 26 મેના રોજ દેશભરના 250 થી વધુ સિનેમા હોલમાં રિલીઝ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

The Creator - Sarjanhar Film ahmedabad bajarang dal ધ ક્રિએટર સર્જનહાર ફિલ્મ બજરંગ દળ Film The Creator Sarjanhar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ