બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / melbourne test team india playing xi india vs australia ajinkya rahane captain

ક્રિકેટ / મેલબર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની થઈ જાહેરાત, જાણો કોને મળ્યો મોકો અને કોણ રહી ગયું

Noor

Last Updated: 02:02 PM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે એટલે કે 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચથી એક દિવસ પહેલાં ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની જગ્યા અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયાના કેપ્ટનની જગ્યા લેશે.

  • મેલબર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની થઈ જાહેરાત
  • આ મેચમાં વિરાટ કોહલીની જગ્યા અજિંક્ય રહાણે કેપ્ટનની જગ્યા લેશે

યુવા બેટ્સમેન શુભમન ગિલને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે કેએલ રાહુલની શ્રેષ્ઠ ફોર્મમાં હોવા છતાં મેલબર્ન ટેસ્ટમાં તેની પસંદગી થઈ નથી. વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલ સૌથી મજબૂત બેટ્સમેન છે.

મેલબર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલ પૃથ્વી શોની જગ્યાએ મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરશે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્લેઈંગ ઈલેવનમાંથી ઋદ્ધિમાન સાહાને બહાર કરી દેવામાં આવ્યો છે.

જાણો કોને મળ્યો મોકો

1. અજિંક્ય રહાણે (કેપ્ટન), 2. મયંક અગ્રવાલ, 3. શુભમન ગિલ (ડેબ્યુ), 4. ચેતેશ્વર પુજારા (ઉપ-કેપ્ટન), 5. હનુમા વિહારી, 6. ઋષભ પંત (વિકેટકીપર) 7. રવિન્દ્ર જેડજા, 8. આર અશ્વિન, 9. ઉમેશ યાદવ, 10. જસપ્રીત બુમરાહ, 11. મોહમ્મદ સિરાજ (ડેબ્યુ)

શમીની જગ્યાએ સિરાજ ટીમમાં રમશે

કાંડામાં ઈજાના કારણે 6 અઠવાડિયાથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલાં મોહમ્મદ શમીની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ડેબ્યૂ કરવાની તક મળી છે. વિરાટ કોહલીની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી હવે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો નથી. કોહલી પોતાના પહેલાં બાળકના જન્મ માટે ભારત પરત આવ્યો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ત્રીજી વખત ટેસ્ટ ટીમમાં કેપ્ટન બનશે.

પ્રેક્ટિસ મેચમાં સિરાજ અને શુભમન ચમક્યા

મેલબર્નમાં ડેબ્યૂ કરવા જઈ રહેલાં યુવા બેટ્સમેન શુભમન ગિલે ટેસ્ટ સીરિઝ પહેલાં રમાયેલી ડે નાઇટ પ્રેક્ટિસ મેચમાં 43 અને 65 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનને કારણે શુભમન ગિલને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. બીજી તરફ 26 વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ટેસ્ટ સીરિઝ પહેલાં રમવામાં આવેલી પ્રેક્ટિસ મેચોમાં કુલ 5 વિકેટ લીધી હતી, જેમાં પ્રથમ પ્રેક્ટિસ મેચમાં તેની ઇનિંગમાં ત્રણ વિકેટ સામેલ હતી. સિરાજે 38 પ્રથમ વર્ગ મેચોમાં 23.44 ની સરેરાશથી 152 વિકેટ ઝડપી છે.

ઋદ્ધિમાન સહાની જગ્યાએ પંતને તક મળી

સીનિયર વિકેટકીપર ઋદ્ધિમાન સાહાને ટીમમાંથી બહાર થવું પડ્યું છે. વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ એડિલેડ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 9 અને બીજી ઈનિંગમાં 4 રન બનાવ્યા હતા, જેનાથી તેના સિલેક્શન પર પણ સવાલો ઉભા થયા. મેલબોર્નમાં ઋષભ પંતને ઋદ્ધિમાન સાહાની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

india vs australia melbourne test team india playing xi Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ